અનોખા ધારાસભ્ય, ચૂંટણી બાદ પણ જનતાને પગે લાગવા માટે પહોંચ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી/લુણાવાડા : વિધાનસભા બેઠક હાર્યા બાદ ભાજપ દ્વારા આજે યોજાયેલા આભાર દર્શનમાં મહીસાગર જિલ્લા ઉપપ્રમુખ આકરા પાણીએ જોવા મળ્યા હતા. બીજી તરફ લુણાવાડા વિધાનસભા બેઠક હરનાર ભાજપ ઉમેદવાર જીજ્ઞેશ સેવકે દડવંત પ્રણામ કરી સર્વે કાર્યકરો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા શાનદાર પ્રદર્શન કરી 156 સીટ પર ભાજપ નો વિજય થયો છે, ત્યારે મહીસાગર જિલ્લાની લુણાવાડા બેઠક પર જૂનો પંચમહાલ જિલ્લા હતો. ત્યારે બે ટર્મ પ્રમુખ રહેલા અને મહીસાગર જિલ્લા નવો બન્યા બાદ બે ટર્મ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂકેલા જે પી પટેલે ભાજપ પક્ષ છોડી ભાજપ પક્ષના ઉમેદવાર જીજ્ઞેશ સેવક વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવતા લુણાવાડા બેઠક પર ભાજપમાં આંતરિક વિખવાદ થતા લુણાવાડા બેઠક પર ભાજપ અને અપક્ષ બન્ને ને હરાવી કૉંગ્રેસ પક્ષના ઉમેદવારે 26 હઝારથી વધુ મતોએ શાનદાર જીત મેળવી છે. આજે લુણાવાડા એસ કે હાઈ સ્કૂલ ખાતે મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા લુણાવાડા બેઠક માટે આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ, લુણાવાડાના પૂર્વ બે ધારાસભ્ય, લુણાવાડા બેઠક હારેલા ભાજપના ઉમેદવાર , જિલ્લાના મહામંત્રી , જિલ્લાના ઉપપ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક હોદેદારોએ લુણાવાડા બેઠક હારવા માટે માત્રને માત્ર પક્ષ જોડે દગો કરી અપક્ષ ઉમેદવારી કરનાર જે પી પટેલને હાર માટે જવાબદાર ઠેરવ્યા હતા.

ADVERTISEMENT

ઉપસ્થિત હોદેદારોમાં મહીસાગર જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ જેઠા વણકર આકરા પાણીએ જોવા મળ્યા હતા. તેમને સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપ છોડી અપક્ષ ઉમેદવારી કરનાર જે.પી પટેલ અને તેમને સમર્થન આપનાર ભાજપના કાર્યકરોને ગદ્દાર કહ્યા હતા. પક્ષ દ્વારા આવા ગદ્દારોને પક્ષની બહારનો રસ્તો બતાવી પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. ત્યારે આવા ગદ્દારી કરનાર ગદ્દારો ભાજપમાં પરત લેવા ન જોઈએ તેમની સાથે કોઈપણ પ્રકારનો સંબધ રાખવો જોઇએ નહી તેમજ આ ગદ્દારોનું ભાજપના કોઇપણ નેતાઓએ કોઈપણ કામ કરવું જોઈએ નહીં.

આવા નેતા આગામી પાંચ વર્ષ સુધી ભાજપના કોઈપણ નેતાની ઓફિસમાં પગ પાડવા દેવો જોઈએ નહિ તોજ આ ગદારોને ભાન થશે કે પક્ષ જોડે ગદ્દારી કરવી યોગ્ય નથી. આગામી સમયમાં કોઈ બીજો કાર્યકર પણ પક્ષ જોડે ગદ્દારી કરતા વિચાર કરશે. જો અત્યારથીજ ચેતીશું નહિ તો 2027માં પણ આજ પરિસ્થિતિનું નિર્માણ થશે અને ભાજપ લુણાવાડા બેઠક જીતી શકશે નહીં. બીજી તરફ લુણાવાડા બેઠક પરથી હારેલા ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય એવા જીજ્ઞેશ સેવકે તમામ કાર્યકરો તેમજ સમર્થકોનો દડવંત પ્રણામ કરી આભાર વ્યક્ત કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT