ભાર વગરનું ભણતર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખુલ્લેઆમ કાપલીથી ચોરીનો વીડિયો વાયરલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધારે એક બેદરકારી સામે આવી છે. જેમાં પરીક્ષા દરમિયાન ખુલ્લેઆમ ચોરી થઇ રહ્યાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ ચાલુ પરીક્ષાએ બેન્ચ પર કાપલી મુકીને ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા છે. હાલ તો આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જો કે GujaratTak આ વીડિયોની કોઇ પૃષ્ટી કરતું નથી.

વીડિયોમાં બેન્ચ પર જ કાપલી મુકીને ચોરીનો વીડિયો વાયરલ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ પરીક્ષા સમયે કાપલીઓથી ચોરી થઇ રહ્યાના મામલાને ખુલ્લો પાડ્યો છે. જેમાં વિદ્યાર્થી પોતે મોબાઇલ વાપરી રહ્યો છે અને વીડિયો તો ઉતારી જ રહ્યો છે અન્ય વિદ્યાર્થીઓ કાપલી બેન્ચ પર રાખીને ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા છે. વાયરલ વીડિયો બાદ યુનિવર્સિટી દ્વારા હજી સુધી કોઇ સ્પષ્ટતા કે પગલા લેવામાં આવ્યા નથી. જો કે ચોરી સહિત અનેક ઘટનાઓ મુદ્દે બદનામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કલગીમાં વધારે એક છોગું ઉમેરાયું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચોરીના અનેકવાર આક્ષેપો લાગી ચુક્યાં છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષઆ દરમિયાન ગેરરિતીના અનેક આક્ષેપો લાગી ચુક્યાં છે. પાંચ દિવસ પહેલા જ સેમેન્ટર-1 ના અલગ અલગ વિભાગનાં કુલ 59 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. પરીક્ષા શરૂ થયાના પાંચ જ દિવસમાં 8 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા. બીજી તરફ યુનિવર્સિટીએ કોપી કેસ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT