ઉનાઃ નવા વર્ષમાં નવું શું કર્યું? કાંઈ નહીં લાંચ લેતા પકડાઈ ગયા, જાણો શું બન્યું
જુનાગઢઃ હજુ હમણા જ નવા વર્ષની શરૂઆત થઈ છે. હજુ તો જે પહેલી વખત મળે તે હેપ્પી ન્યૂ યર કહે છે અને નવા વર્ષમાં શું…
ADVERTISEMENT
જુનાગઢઃ હજુ હમણા જ નવા વર્ષની શરૂઆત થઈ છે. હજુ તો જે પહેલી વખત મળે તે હેપ્પી ન્યૂ યર કહે છે અને નવા વર્ષમાં શું નવું ચાલે છે તેવું પુછી વાત શરૂ કરે છે. તેવા સંજોગોમાં એસીબી (લાંચ રુશવત વિરોધી બ્યૂરો) જુનાગઢના હાથે બે એવા વ્યક્તિઓ ઝડપાઈ ગયા છે જેમણે નવું વર્ષ શરૂ થતાની સાથે જ લાંચ લેવાનું શરૂ કરી દીધું. આવા લોકોને હાલ કોઈ મળે અને પુછે કે નવા વર્ષમાં શું નવું કર્યું તો લગભગ એવો જ જવાબ હોય કે લાંચ લેતા પકડાયા, પણ તેવું એ બોલવાના ખરા? ખેર આવો જાણીએ કે શું બન્યું…
15000 માગ્યા, ભાવતાલ પછી 12000 નક્કી થયા
ઉના પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા એક મારામારીનો ગુનો દાખલ થયો હતો. જેની તપાસ ગીર સોમનાથ પોલીસ સ્ટેશનના એએસઆઈ વિપુલ મોરી કરતા હતા. જેમના રાઈટર હતા કોન્સ્ટેબલ મયુર બારડ. બંને દ્વારા આ કેસમાં આરોપીને લોકઅપમાં નહીં રાખવા અને જામીન પર છોડી દેવાના રૂપિયા 15000 માગ્યા હતા. લાંચની રકમના પછી બંને વચ્ચે થોડા ભાવતાલ થયા અને પછી નક્કી થયું કે 12000 રૂપિયા રાઈટર મયુર બારડને આપી દેવા. આ મામલે તેઓ લાંચ આપવા માગતા ન હતા તેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને છટકું ગોઠવવામાં આવ્યું. જોકે છટકું સમજી ન શક્યા અને એએસઆઈ વિપુલ મોરી તથા કોન્સ્ટેબલ બારડ રૂપિયાની લેતીદેતી કરતા રંગેહાથ ઝડપાઈ ગયા. એસીબીએ આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT