ખેડાઃ સંતો યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનને લઈને નીકળ્યા બજારમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ હાલ દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અંગે વિવાદ ચાલી રહ્યો છે. એવામાં ખેડા જિલ્લાના ડાકોરના સંતો અગ્રણીઓ સાથે યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન આપવા અને લોકોમાં જાગૃતી લાવવા માટે બજારમાં નીકળ્યા હતા. બજારમાં લોકોને તથા ડાકોરમાં દર્શન કરવા આવતા યાત્રાળુઓને યુનિફોર્મ સિવિલ કોડ શું છે, શા માટે જરૂરી છે, જેવી બાબતોની જાણકારી આપી હતી.

લોકોનું સમર્થન માગતા સંતો
હિન્દુસ્તાનના લો કમિશનર ઓફ ઇન્ડિયાએ આખા હિન્દુસ્તાનમાં કોમન સિવિલ કોડના અભિપ્રાય જણાવા માટે 14 જુન 2023 થી નોટિસ જાહેર કરી છે. 30 જુલાઈ સુધી દરેક હિન્દુસ્તાનીએ પોતાના અભિપ્રાય આપવાના છે. જેને લઇ દરેક હિન્દુસ્તાનીને નીડરતાપૂર્વક પોતાના અભિપ્રાય જણાવવા માટે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સંતો અને સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા લોકોને આ કાયદામાં સમર્થન આપવા માટે એક મુહીમ શરૂ કરાઈ જે અંતર્ગત લોકોને જાગૃત કરવા માટે ડાકોર રણછોડજી મંદિરના મુખ્ય દરવાજાની સામે સંતો, રૂષિકુમારો તથા અગ્રણીઓએ હનુમાન ચાલીસાના પાઠ કરી લોકોને આપેલા મોબાઈલ નંબર 90909**** પર મિસ કોલ કરી દેશને સમૃદ્ધ બનાવવા માટે અપીલ કરી છે.

સુરતઃ પ્રેમીકા બીજા સાથે રહેવા જતી રહેતા પૂર્વ બોયફ્રેન્ડ ગીન્નાયો, પ્રેમીકાનું કિડનેપ કરી પ્રેમીનું જ કાસળ કાઢી નાખ્યું

આજે ડાકોરના ભરત ભુવનના યુવરાજ મહંત કરણદાસ, દ્વારકાદાસ રામ ચોક મંદિરના મહંત જય રામદાસ, દાદુરામ આશ્રમના મહંત દયારામ મહારાજ, ડાકોરના અગ્રણી ડોક્ટર હરેન્દ્ર પંડ્યા ઉપસ્થિત રહ્યા, અને ડાકોરમાં આવતા યાત્રાળુઓને આ કાયદાને સમર્થન આપવા માટે વિનંતી કરી હતી.

ADVERTISEMENT

રાજા જે કરે એ સન્માન કરી સમર્થન આપવું જોઈએઃ દયારામ બાપુ
દાદુરામ મંદિર ડાકોરના મહંત દયારામ બાપુએ આ અંગે જણાવ્યું કે, ” આજે અમે ભેગા થયા છે ભારત દેશના એક પ્રગતિના પંથે એક રાહે જે ચાલી રહ્યું છે, એને હચ મચાવી નાખવા માટે ઘણા પ્રયત્નો ચાલી રહ્યા છે. અમારો ભારતીય સંસ્કૃતિનો ધારો છે અને સનાતન ધર્મ એમ કહે છે, એક બાણ, એક વચન, એક સ્ત્રી. અમારી આ ભારતીય સંસ્કૃતિમાં છે. એવી જ રીતે એકધારો, એક વચન, એક કાયદો, જે કંઈ પણ છે એ બધું એક જ હોવું જોઈએ. એમાં કોઈ પણ ભેદભાવ નહીં. ભારતમાં જે લોકો પણ રહે છે, એ બધા ભારતીય છે અને બધાને એક સમાન હક છે. બધાને ધર્મ પાળવાનો હક છે. જીવન જીવવાનો હક‌ છે. મકાન બનાવવાનો હક છે. બધા જ લગ્ન પ્રસંગ કરવાના હક છે. આવા બધા હકો સમાન મળે અને ભારતીય જે સંસ્કૃતિ છે, તે જળવાઈ રહે અને કોઈનું અહિત ન થાય એ છે. ભારતમાં કોઈ મરવાના નથી, બધા જીવવાના છે. આદિ અનાદિકાળથી પહેલા રાજા મહારાજા હતા તે વખતે પણ આજે ધર્મને અનુલક્ષીને જે ધારો ચાલતો હતો, એ પ્રમાણે એક જ કાયદો હોવો જોઈએ. કોઈને નુકસાન થવાનું નથી. ખોટી આ દુનિયામાં આ જગતમાં કોઈ રાજકારણને ગંદુ કરવા માટે કંઈ પ્રયત્ન કરશો નહીં. બધાને સુખી કરવા માટેના આપણા‌ ઉપલા અધિકારીઓ છે તે પ્રયત્ન કરી રહ્યા છે. અને ગીતાજી માં કહ્યું છે કે જે રાજા છે, એ ભગવાન છે. ગીતાજી માં કહ્યું છે કે રાજા જે છે એ હું છું. એટલે રાજા જે કરે છે, એ બધાએ સન્માન કરી, એ વાતનું સન્માન કરી, બધાએ સમર્થન આપવું જોઈએ. અને એ પ્રમાણે નંબર આપ્યો છે એ પ્રમાણે નંબર પર ફોન કરી અને બધાએ એમને સંમતિ જાહેર કરવી જોઈએ.”

    follow whatsapp

    ADVERTISEMENT