હીરા બાની તબીયત નાદુરસ્તઃ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું, સ્વાસ્થ્ય લાબની કામના કરીએ છીએ
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાની તબીયત નાદુરસ્ત થતા તેમને ગુજારતના અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર…
ADVERTISEMENT
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાની તબીયત નાદુરસ્ત થતા તેમને ગુજારતના અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોસ્પિટલ તરફ દોડી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્રમ મોદી હોસ્પિટલમાં પહોંચી ગયા છે. આ અંગે ભાજપના તેમના સાથી નેતાઓ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ તેમની તબીયતને લઈને વાત કરવામાં આવી છે. હાલમાં જ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ સોશ્યલ મીડિયા પર તેમની માતાની તબીયત સારી થાય તેવી કામન કરતી પોસ્ટ મુકવામાં આવી હતી. હવે આ અંગે વધુ અપડેટ્સ પણ આપ સમક્ષ રજુ કરતા રહીશું.
મલ્લિકાર્જૂન ખડગેએ શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાની તબીયત નાદુરસ્ત થતા તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આ અંગે સોશિયલ મીડિયા નેટવર્ક સાઈટ ટ્વીટર પર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીની માતાના સ્વાસ્થ્ય લાભની અમે કામના કરીએ છીએ. આશા છે કે તે જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય.
PM મોદીના માતા હીરા બા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સ્વાસ્થ્ય જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી#MallikarjunKharge #PMModi #PMModiMotherHealthUpdate #HIRABA pic.twitter.com/8ZOulybf9H
— Gujarat Tak (@GujaratTak) December 28, 2022
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ શું કહ્યું?
દરમિયાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર સંવેદના સાથે તેમની તબીયતમાં જલ્દી સુધારો થાય તેવી પ્રાર્થના કરી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, એક માં અને પુત્રના વચ્ચેનો પ્રેમ અનન્ત અને અનમોલ હોય છે. મોદીજી, આ કઠોર સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા કરું છું કે તમારા માતાજી જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય.
પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. ત્યાં સિક્યુરિટી પણ ગોઢવી દેવામાં આવી છે. માતા હીરાબેન મોદીની તબિયત સુધારા પર છે તેમ યુ.એન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતુ. #Ahmedabad #PMModi #PMModiMotherHealthUpdate pic.twitter.com/g2e1U0kFDf
— Gujarat Tak (@GujaratTak) December 28, 2022
ADVERTISEMENT
નો ડ્રોન ફલાય ઝોન જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત બગાડતાં તેમને હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા છે. ત્યારે હીરા બાના ખબર અંતર પૂછવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી ગયા છે. આ દરમિયાન અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવાર બપોરે 4 વાગ્યાના અરસામાં અમદાવાદ આવી પહોંચ્યા છે.
ADVERTISEMENT
હોસ્પિટલ પર નેતાઓનો જમાવડો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત લાથડતા તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે હોસ્પિટલ ખાતે રાજ્યભરના નેતાઓ અને અગ્રણીઓ એક પછી એક પહોંચવા લાગ્યા છે. કે કૈલાસનાથન યુ એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઉપરાંત ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય કોશિક જૈન પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. સાથે જ રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી પણ યુ એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT