પોલીસ વાનમાંથી ચોરીના આરોપીઓ ફરાર થઈ ગયા, આખા જિલ્લાની પોલીસ પકડવા માટે કામે લાગી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વલસાડ: વાપી ટાઉનમાં ખાખીને શર્મસાર કરતો બનાવ બન્યો છે. ચોરીના ગુનામાં પકડાયેલા બે આરોપીઓ પોલીસ વાનમાંથી ફરાર થઈ ગયા. ખાસ વાત એ છે કે આ આરોપીને પકડ્યા તેને માત્ર ગણતરીના કલાક થયા હતા. એવામાં તેઓ પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતા હવે આખા જિલ્લાની પોલીસ બંનેને શોધવા કામે લાગી છે.

જેલમાં લઈ જતા રસ્તામાં ટ્રાફિક આવતા વાન ઊભી રહી
વિગતો મુજબ, વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીના દુનામાં બે આરોપીઓ ઝડપાયા હતા. બંનેને વાપી ટાઉન પોલીસ સ્ટેશનથી નવસારી જેલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. દરમિયાન વાપી જકાતનાકા પાસે ટ્રાફિક હોવાના કારણે પોલીસની વાન ઊભી રહી હતી. એવામાં બંને આરોપીઓ પોલીસને ચકમો આપીને વાનમાંથી ઉતરી ગયા હતા.

જિલ્લા ભરની પોલીસ ચોરોને શોધવામાં લાગી
ચોરીના આરોપીઓ ફરાર થયાની જાણ થતા જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. હાલમાં જિલ્લા ભરનો પોલીસ કાફલો આ ફરાર આરોપીઓને પકડવા માટે કામે લાગ્યો છે. અને શહેર ભરમાં નાકાબંધી કરવામાં આવી છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: કૌશિક જોશી)

    follow whatsapp

    ADVERTISEMENT