Gujarat માં દુષ્કર્મની બે ચોંકાવનારી ઘટના, 4 વર્ષની બાળા માટે ફુવા જ બન્યો હેવાન

ADVERTISEMENT

Sathamba Police
Sathamba Police
social share
google news

અમદાવાદ : સાત વર્ષથી પતિ ગાયબ થઇ જતા પોતાના સંતાનોને ઉછેરતી મહિલા પર ત્યારે આભ ફાટી પડ્યું જ્યારે તેને ખબર પડી કે પોતાની પુત્રી પર એક અઝાણ્યા ઇસમે દુષ્કર્મ આચર્યું છે. પોતાની 16 વર્ષની પુત્રી ટ્યુશન જઇ રહી હતી ત્યારે અચાનક તેને એક નરાધમ ઉપાડી ગયો હતો. તરૂણીને ગેસ્ટ હાઉસમાં લઇ જઇને તેના પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. બીજી તરફ દિકરી પરત નહી ફરતા તેની માતા તેને શોધવા માટે નિકળી હતી. શોધતા શોધતા તે ગેસ્ટ હાઉસ સુધી પહોંચી હતી. અહીં રૂમ ખોલતા જ પુત્રી યુવક સાથે કઢંતી હાલતમાં મળી આવતા તેના હોશ ઉડી ગયા હતા. દરવાજો ખુલતા જ યુવક ફરાર થઇ ગયો હતો. મહિલા પોતાના પુત્રને લઇને પરત આવી હતી.

શ્રમજીવી મહિલાની પુત્રી પર બળજબરી દુષ્કર્મની ઘટના

પુત્રેની ઘરે લઇ જઇને શાંતિથી પુછપરછ કરતા તેણે સમગ્ર ઘટના જણાવી હતી. તરૂણીએ જણાવ્યું કે, તે જ્યારે ટ્યુશન જઇ રહી હતી ત્યારે એક્ટિવા લઇને આવેલા એક વ્યક્તિએ મને ઇશારો કરીને એક્ટિવા ઉભુ રખાવ્યું હતું. પછી પોતાની સાથે ચુપચાપ બેસી જવા માટે જણાવ્યું હતું. ધમકાવીને મને ગેસ્ટ હાઉસ લઇ ગયો હતો. દિયોદર નજીકના ગેસ્ટ હાઉસમાં મારી સાથે પરાણે સંબંધ બાંધ્યો હતો. હાલ તો માતાએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ADVERTISEMENT

અરવલ્લીમાં 4 વર્ષની બાળા પર 70 વર્ષના ફુવાએ બગાડી નજર

બીજી તરફ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જ્યાં સગા ફુવાએ જ પોતાની 4 વર્ષની કુમળી ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હતું. બાયડના સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ફુવા પોતાના સાળાને ત્યાં મહેમાન બન્યા હતા. 70 વર્ષીય નરાધમ ફતેસિંહ ઝાલાની નજર પોતાના જ સાળાની 4 વર્ષની ફુલજેવી બાળકી પર પડી હતી. તેની નજર હેવાનિયત ભરેલી હતી.

ADVERTISEMENT

બાળકીને રમાડવાના બહાને ખેતરમાં ખેંચી ગયો

ADVERTISEMENT

બાળકીને રમાડવાના બહાને બહાર ખેતરમાં લઇ ગયો હતો. બાળકીને નિર્વસ્ત્ર કરીને દુષ્કર્મ આચરતો હતો. ત્યારે એક રાહદારીની નજર પડતા તેણે ફતેસિંહને ખખડાવ્યો હતો. બીજી તરફ બાળકી પણ પોતાના ઘરે જતી રહી હતી. રાત્રે શરીરમાં દુખાવો થતા તેણે પોતાના માતા પિતાને કહેતા. શરીર તપાસતા તેના ગુપ્ત ભાગે ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા હતા. જેથી તેને હિંમતનગર સારવાર માટે ખસેડીને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT