આણંદમાં દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન કેનાલમાં ડૂબી જતા કિશોર-કિશોરીનું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

આણંદ: દશામાના વ્રતની પૂર્ણાહૂતિ બાદ મૂર્તિ વિસર્જન દરમિયાન કમનસીબ ઘટના બની હતી. સંદેશર પાસે કેનાલમાં ડૂબી જતા બે લોકોના મોત નિપજ્યા છે. વહેલી સવારે મૂર્તિ વિસર્જન દરમિયાન બનેલી આ ઘટનાથી મૃતકોના પરિજનોમાં શોકનો માહોલ છે. ઘટનાને પગલે આણંદ ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાંથી મૃતદેહ બહાર કઢાયો હતો.

સવારે 4 વાગ્યે મૂર્તિ વિસર્જન સમયે કેનાલમાં ડૂબ્યા
ઘટનાની વિગતો મુજબ, આણંદના સંદેશર પાસે આવેલી કેનાલમાં વહેલી સવારે ચાર વાગ્યે દશામાના મૂર્તિ વિસર્જન દરમિયાન એક કિશોર અને કિશોરી ડૂબ્યા હતા. જેમાં કિશોરમાં ત્યાં જ મોત નિપજ્યું હતું, જ્યારે કિશોરીને સ્થાનિકોએ બહાર કાઢી લીધી હતી. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન કિશોરીનું પણ મોત નિપજ્યું હતું. આમ એક સાથે બે લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.

રાજ્યમાં મૂર્તિ વિસર્જનમાં જુદી જુદી દુર્ઘટનામાં 6 લોકો ડૂબ્યા
અંકલેશ્વરની અમરાવતી નદીમાં મૂર્તિ વિસર્જન દરમિયાન 3 જેટલા યુવકો તણાયા હતા, જેમાંથી એક યુવકને બચાવી લેવાયો હતો. જ્યારે અન્ય બેના મૃતદેહ મળ્યા હતા. રાજ્યમાં દશામાના મૂર્તિ વિસર્જનમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં 6 જેટલા લોકોના મોત નિપજ્યા છે. જેમાં અંકલેશ્વર તથા આણંદમાં 2-2 લોકોના મોત થયા છે. જ્યારે પંચમહાલ તથા સાબરકાંઠામાં 1-1 વ્યક્તિના ડૂબવાના કારણે મોત થયા છે. જોકે માતાજીના આ પાવન પર્વમાં જ દુર્ઘટના સર્જાતા મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

ADVERTISEMENT

(વિથ ઇનપુટ: હેતાલી શાહ)

    follow whatsapp

    ADVERTISEMENT