અમેરિકા જવાની આ કેવી જીદ! કેનેડાથી ગેરકાયદેસર US જવા નીકળેલા મહેસાણાના 2 યુવકો ગુમ
મહેસાણા: ગુજરાતીઓની કોઈપણ ભોગે અમેરિકા જવાની જીદ હવે જોખમી બની રહી છે. ગત વર્ષે જ ડીંગાચાનો આખો પરિવાર કેનેડાથી ગેરકાયદેસર અમેરિકામાં ઘુસવા જતા બોર્ડર પર…
ADVERTISEMENT
મહેસાણા: ગુજરાતીઓની કોઈપણ ભોગે અમેરિકા જવાની જીદ હવે જોખમી બની રહી છે. ગત વર્ષે જ ડીંગાચાનો આખો પરિવાર કેનેડાથી ગેરકાયદેસર અમેરિકામાં ઘુસવા જતા બોર્ડર પર જ મોતને ભેટ્યો હતો. ત્યારે હવે મહેસાણાના વધુ બે યુવક આ જ પ્રકારે અમેરિકામાં ઘુસવા જતા ઘણા દિવસોથી ગુમ થઈ ગયા છે. પરિવારજનોએ 20 દિવસથી બંનેનો સંપર્ક ન થતા કેનેડા એમ્બેસીમાં જાણ કરીને બંનેને શોધવા આજીજી કરી છે.
સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયા હતા બંને યુવકો
મહેસાણા જિલ્લાના બે યુવકો સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયા હતા. ત્યાંથી બંને એજન્ટ મારફતે ગેરકાયદેસર અમેરિકા જવા 12 વ્યક્તિઓના ગ્રુપમાં નીકળ્યા હતા. જોકે બંને યુવકો અમેરિકા પહોંચ્યા નતી અને છેલ્લા 20 દિવસથી તેમનો પરિવાર યુવકોનો સંપર્ક કરી રહ્યો છે. એવામાં હવે ચિંતિત પરિવારજનોએ કેનેડા એમ્બેસીમાં આ અંગે જાણ કરી છે. એવામાં ગુજરાત પોલીસે પણ બંને યુવકો કયા એજન્ટ મારફતે કેનેડા ગયા અને ત્યાંથી અમેરિકા ગયા તે મામલે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
12 જાન્યુઆરીએ જ કેનેડા પહોંચ્યા હતા
ખાસ છે કે જાન્યુઆરી મહિનામાં 12 વ્યક્તિઓ કેનેડા વિઝા લઈને ત્યાં પહોંચ્યા હતા. ત્યાંથી એજન્ટ મારફતા 12 વ્યક્તિઓનું ગ્રુપ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળ્યું હતું. જેમાંથી જ આ 2 યુવકો ગુમ છે.
અગાઉ ઘણા ગુજરાતીઓ જીવ ગુમાવી ચૂક્યા છે
ખાસ છે કે, ગત વર્ષે આવી જ રીતે કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર જતો ડિંગુચાના ચાર લોકોનો આખો પરિવાર અને કલોલના એક એમ પાંચ લોકોનું મોત થયું હતું. બીજી તરફ થોડા સમય પહેલા આવી જ રીતે મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં કૂદીને ઘુસવા જતા પણ એક યુવકનું મોત થયું હતું, જ્યારે બાળક અને પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT