ડીસામાં એક RTIના કારણે બે જૂથો વચ્ચે ધીંગાણું, તલવાર-પાઈપોથી હુમલામાં 7 લોકો ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: રાજ્યમાં માહિતી માંગવાના કાયદાનો ઉપયોગ કરતા અનેક RTI એક્ટિવિસ્ટની હત્યા કરાઈ છે. અને અનેકો સાથે મારામારી કરાઈ હોવાની ઘટના ક્રાઇમ દફતરે નોધાઇ છે. ત્યારે ડીસા તાલુકાના લુણપુર ગામે વધુ એક RTI એક્ટિવિસ્ટને નિશાન બનાવી મારામારી કરાઈ છે. જેમાં બે પક્ષ વચ્ચે સશશ્ત્ર ધીંગાણું થતાં 7 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. આ બાબતે ડીસા તાલુકા પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

એક RTIના કારણે થયું ધીંગાણું

આ બનાવની વિગત જોઈએ તો ડીસા તાલુકાના લુણપુર ગામે રહેતા લક્ષ્મણસિંહ સૂરજજી સોલંકી સાંજના સુમારે તમને કાકાની દુકાન આગળ પરિવારના ભાઈઓ સાથે ઉભા હતા. ત્યારે તેમના ગામના અમૃતજી સોલંકી અને લક્ષ્મણસિંહ પનાજી સોલંકીએ આવી તેમને જણાવ્યું કે, તમોએ કેમ અમારા વિરુદ્ધ પંચાયતમાં RTIની અરજી કરેલી છે. તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. આ તકરારે બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બને પક્ષ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. હુમલાખોરો એ તલવાર અને પાઈપો વડે હૂમલો કરી દેતા ચાર વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જે અંગે ડીસા તાલુકા પોલીસે લક્ષ્મણસિંહની ફરિયાદના આધારે અમરતસિંહ, ચંદુજી, લક્ષ્મણસિંહ પન્નાજી, કમીબેન ચંદુજી અને પનાજી લાલજી સોલંકી સામે ગુનો નોંધ્યો હતો.

બંને જૂથોની સામ સામે ફરિયાદ

જ્યારે પોલીસે સામા પક્ષે લક્ષ્મણસિંહ પન્નાજી સોલંકીએ જેણાજી રતનજી, બળવંતજી રતનજી, ભવનજી રતનજી અને રમજુંબેન બળવંતજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેમના પિતા તેમના દીકરાને સ્કૂલેથી ઘરે લઈને આવતા હતા. ત્યારે ગામના બસ સ્ટેશન પાસે જેણાજી રતનજી, બળવંતજી રતનજી, ભવનજી રતનજી હાથમા ધારિયું, પાઇપો લઈને ઊભા હતા અને તેમના પિતાને કેમ તમે અમારી સાથે અગાઉ ઝઘડો કર્યો હતો તેમ કહી હુમલો કરતા અન્ય લોકો છોડાવા પડતા તેમને પણ હથિયાર વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને ડીસા તેમજ પાલનપુર સારવાર અર્થે લઈ જવાયા હતા. આમ ડીસા તાલુકાના લુણપુર ગામે આરટીઆઇ એક્ટ મુજબની અરજીથી શરૂ થયેલ તકરાર ધીંગાણું બની હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT