વાવમાં મહિલાઓની છેડતી કરનારા યુવકોને ઘાઘરો-ચોળી અને જૂતાનો હાર પહેરાવાયો, કરાયો 50 હજારનો દંડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાનાં વાવ તાલુકાના તીર્થગામમાં બે યુવકો ભિક્ષાવૃત્તિ કરવા ગયા હતા. જોકે આ યુવકોએ તે બાદ બદમાશી કરી, મહિલાઓનાં ફોટા પોતાના મોબાઈલમાં પાડવાનું શરૂ કરતાં આ ગામ લોકોની ધ્યાને આવ્યું હતું. જે બાદ ગામના લોકોએ યુવકોને પકડી તેમના સમાજના લોકોને બોલાવ્યા હતા. યુવકોની આ ગુસ્તાખી જોઈ સમાજના આગેવાનો પણ ગુસ્સે ભરાયા હતા. આ સમાજના આગેવાનોએ ગામલોકોની માફી માંગી આ બન્નેને દાખલારૂપ સજા આપવાનું નક્કી કર્યું હતું. તે બાદ બંને યુવકોને વાવ લાવી સ્ત્રીઓના કપડાં ઘાઘરો-ચોળી પહેરાવ્યા હતા. જૂતાનો હાર પહેરાવી 50 હજારનો દંડ કરી તેમના પરિવારને એક વર્ષ માટે સમાજમાંથી બહિષ્કાર કરાયો હતો.

વિચરતી જાતિ સમુદાયના યુવકોએ મહિલાઓના ફોટો પાડ્યા
આ ઘટનામાં સમાજના આગેવાનોએ કહ્યું ” નારી શક્તિનું દરેક મંચ પરથી સન્માન થવું જોઈએ, તે શક્તિ સ્વરૂપ છે. આ ઘટનામાં આગેવાનોએ નારી શક્તિને સાક્ષાત શક્તિ સ્વરૂપ બનાવી પોતાના સમાજના આ યુવકોના કૃતને તેઓએ વખોડી તેમને દાખલા રૂપ સજા પણ આપી હતી. અહીં રાધનપુર વિસ્તારના વિચરતી જાતિ સમુદાયના વાદી પરિવારો વાવ માર્કેટ યાર્ડ નજીક તંબુઓ તાણી રહે છે અને ગામડે ગામડે જઈ ઘરોમાં ફરી ભિક્ષાવૃત્તિ કરી અનાજના દાણા માગી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે.

સમાજના લોકોએ બંને યુવકનો દંડ ફટકાર્યો
જોકે સમાજના બે યુવકોની ગુસ્તાખીથી સમગ્ર સમાજ બદનામ ન થાય તે માટે આગેવાનો એ મોરચો સંભાળ્યો હતો. તેમણે જાતે જ ન્યાય સ્થાપિત કરી યુવકોને દંડ પણ આપ્યો હતો. સમાજના આગેવાનોએ ક્યારેય બેન દીકરીઓના ફોટા ન પાડવા તેમજ સમાજ જે પણ સજા આપે તે પાલન કરવા યુવકોને જણાવ્યું હતું. બંને યુવકોને સમાજના મોભીઓ દ્વારા દાખલારૂમ 50 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

1 વર્ષ બાદ સમાજમાં લેવા કે નહીં તેનો નિર્ણય કરશે
આ અંગે સમાજના આગેવાનએ જણાવ્યું હતું કે “અમારે જમીનો નથી, અમારે ગામે ગામ ફરી ઘરે ઘરે દાણા માગી પેટ ભરીએ છીએ. આ બે જણે ધંધા માથે પાટું મારે તેવું કર્યું છે. એટલે તેમને સજા કરી છે. એક વર્ષ પછી સમાજના આગેવાનો ભેગા થશે અને લાગશે તો તેમને સમાજમાં પાછા લેશે તેમ જણાવ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT