થરાદમાં પ્રેમિકાને મળવા આવ્યાની આશંકાએ બે ભાઈઓને તાલિબાની સજા, સાથે આવેલા ડ્રાઈવરને પણ ન છોડ્યો
Banaskantha News: બનાસકાંઠાના થરાદના એક ગામમાં અન્ય ગામના બે ભાઈઓને શંકાસ્પદ હાલતમાં લોકોએ પકડી પાડયા હતા. ગામલોકોનું માનવું હતું કે, આ બન્ને પૈકીનો કોઈ એક…
ADVERTISEMENT
Banaskantha News: બનાસકાંઠાના થરાદના એક ગામમાં અન્ય ગામના બે ભાઈઓને શંકાસ્પદ હાલતમાં લોકોએ પકડી પાડયા હતા. ગામલોકોનું માનવું હતું કે, આ બન્ને પૈકીનો કોઈ એક ગામમાં રહેતી યુવતીને મળવા આવ્યો હતો. જોકે તે બાદ ઉશ્કેરાયેલા ગામલોકોએ બંને ભાઈઓને દાખલારૂપ સજા આપવાનું નક્કી કર્યું અને બંનેનું મુંડન કરાવ્યું હતું. જ્યારે સાથે આવેલ ત્રીજા વાહન ચાલકને પણ ઉઠક-બેઠક કરાવી સજા આપી હતી. જે બાદ બંને ભાઈઓનો મુંડન વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે હરકતમાં આવી હતી.
બાજુના ગામમાંથી પ્રેમિકાને મળવા આવ્યા હતા બે ભાઈ
આ ચકચારી ઘટનાની વિગત જોઈએ તો સરહદી વિસ્તાર થરાદના એક ગામના બે ભાઈ બાજુના એક વાહન ચાલક ત્રીજા વ્યક્તિને લઈ એક ગામમાં ગયા હતા. જ્યાં ગામલોકોએ આ બન્નેની શંકાસ્પદ હરકતો જોતા પૂછપરછ હાથ ધરી હતી. ત્રીજો વાહન ચાલક પણ ઝડપાયો હતો. જેમાં આ બન્ને પૈકીનાં એકની પ્રેમિકા આ ગામમાં રહેતી હોઇ, તેઓ મળવા આવ્યાનું ખૂલ્યું હતું. જે બાદ શંકા જતાં વાહન ચાલક, બન્ને ભાઈઓને સહિત ત્રણને પકડીને બીજીવાર ગામમાં ન આવે એના માટે મુઢ માર મારી બંને ભાઈઓને સામ સામે બેસાડીને મુંડન કરાવ્યું હતું. તેમજ ગામલોકોએ તેમની સાથે દુર્વ્યવહાર કરી માથે ટકો કરી સજા આપી હતી. ઝડપાયેલા યુવકોને સજા કરતાનો વીડિયો પણ અત્યારે બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે થરાદ પોલીસ મથકે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઇ નથી.
વીડિયો વાઈરલ થતા પોલીસ એક્શનમાં આવી
આ ઘટનાનો વીડિયોમાં અશ્લીલ ભાષા બોલતા કેટલાક ઈસમો આ બંને ભાઈઓ તેમજ વાહન ચાલક ત્રીજા યુવકને ઉઠબેઠ કરાવી હોવાનો વીડિયો વાઇરલ થતાં સ્થાનિક પોલીસે ટકો કરનાર શખ્સની ધરપકડ કરીને જવાબો લઈ છોડી મુક્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, થરાદ કે બનાસકાંઠા જિલ્લા માટે આ કોઈ નવાઈની વાત નથી. અગાઉ પણ આવી ઘટનાઓ અનેક વખત સામે આવી ચૂકી છે. જેમાં પ્રેમીઓનો ટકો કરવાની સજા ખાસ પ્રચલિત છે. આવી તાલીબાની સજા આપવાના વીડિયો અગાઉ પણ ઘણા વાયરલ થયા છે. ત્યારે ફરી એકવાર થરાદ પંથકમાં આ નવીન ઘટના જોતા,આ રીતે કાયદો હાથમાં લેતાં લોકો કદાચ ઉશ્કેરાટ માં કોઈ મોટો ગુનો આચરે તે પહેલાં ભવિષ્યમાં આવી ઘટના ન બને તે જોવા પોલીસ જાગૃતિરૂપ પગલાં લે તે ઇચ્છનીય છે.
ADVERTISEMENT
(ધનેશ પરમાર, બનાસકાંઠા)
ADVERTISEMENT