Junagadh News : જૂનાગઢના વંથલી નજીક પ્રવાસે નીકળેલી બસ સહિત ત્રણ વાહનો વચ્ચે અક્સ્માત, 10 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત
Triple Accident : રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતો વધી રહ્યા છે. એવામાં આજે જૂનાગઢના વંથલી નજીક ટ્રીપલ અકસ્માત સર્જાયો છે. બાળકોને પ્રવાસે નીકળેલી બસ સહિત ત્રણ…
ADVERTISEMENT
Triple Accident : રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતો વધી રહ્યા છે. એવામાં આજે જૂનાગઢના વંથલી નજીક ટ્રીપલ અકસ્માત સર્જાયો છે. બાળકોને પ્રવાસે નીકળેલી બસ સહિત ત્રણ વાહનો વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. સ્કૂલ બસમાં સવાર 10 જેટલી વિદ્યાર્થીઓને ઇજા થઈ હોવાની માહિતી મળી રહી છે. 108 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પ્રવાસ સોમનાથથી પરત ફરતો હતો
વિદ્યાર્થિઓનો પ્રવાસ સોમનાથથી પરત ફરતો હતો આ સમયે બસને અકસ્માત નડ્યો. અકસ્માતના પગલે સ્થાનિકો ઘટનાસ્થળ પહોંચ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. ઘટનાસ્થળ પર ટ્રાફિકજામ થતા પોલીસે પહોંચી વાહનાવ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો.
ADVERTISEMENT
અમરેલીમાં ભયંકર અકસ્માત
રાજ્યમાં રોડ અકસ્માતના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. હાલમાં અમરેલીના ખાંભાના જામકા ગામ નજીક બાઈક-રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને 11 લોકો ઘાયલ થયા હતા. બાઈક સવાર વિદ્યાર્થીનું રાજુલામાં હોસ્પિટલ પહોંચે પહેલા જ મોત થયું હતું અને એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે.ઈજાગ્રસ્ત લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.વિદ્યાર્થી શાળાથી ઘર તરફ અને છકડો રિક્ષા જામકા તરફ જતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. અમરેલી જિલ્લામાં 2023માં અકસ્માતની 135 ઘટના નોંધાઈ હતી અને આ અકસ્માતોનું મુખ્ય કારણ ઓવર સ્પીડિંગ, હેલમેટ ન પહેરવું વગેરે જેવા છે.
ADVERTISEMENT
(ઈનપુટ : ભાર્ગવી જોશી, જૂનાગઢ)
ADVERTISEMENT
ADVERTISEMENT