લ્યો બોલો: 5 વર્ષ પહેલા મૃત્યુ પામેલા PSIની થઈ બદલી, જાણો શું છે મામલો

ADVERTISEMENT

transfer
transfer
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: સરકારના છબરડા અનેક વખત સામે આવે છે તેરે વધુ એક છબરડો સામે આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અધિકારીઓની બદલી થવાની શરૂ થઈ ચૂકી છે. રાજ્યના ગૃહ વિભાગે 5 મહિના પહેલા મૃત્યુ પામેલા પીએસઆઈની બદલીના આદેશ આપ્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણી પહેલા દરેક વિભાગમાં મોટી સંખ્યામાં લોકોની બદલી કરવામાં આવી રહી છે. તેવી જ રીતે રાજ્યના ગૃહ વિભાગે ગુજરાતની અંદર 99 જેટલા PSIની બદલી કરવામાં આવી છે. જેમાં ગોપાલ રાઠવાની છોટાઉદેપુરથી મહિસાગરમાં બદલી કરવામાં આવી છે. ગોપાલભાઈ રાઠવાના ટ્રાન્સફર ઓર્ડરની તારીખ 27 સપ્ટેમ્બર 2022 છે પરંતુ મહિનાઓ પહેલા મૃત્યુ પામ્યા હોવા છતાં તેમની ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવ્યો છે.

છોટાઉદેપુરથી મહીસાગરમાં થઈ ટ્રાન્સફર
છોટાઉદેપુર હેડક્વાર્ટરની અંદર ગોપાલભાઈ રાઠવા બીન વેપન પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા હતા. અને તેનું મૂળ તેનું વતન પાવીજયપુર તાલુકાના વડેસીયા ગામ છે. ત્યાં 99 જેટલા હથિયારધારી પીએસઆઈના ટ્રાન્સફરનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. જેમાં ગોપાલભાઈ રાઠવાનું નામ 88માં નંબરે છે. તેમની છોટાઉદેપુરથી મહીસાગરમાં ટ્રાન્સફર થઈ થઈ છે પરંતુ એપ્રિલ મહિનામાં જ તેમનું મૃત્યુ થયું છે. તેમ ગોપાલભાઈના પુત્રએ ગુજરાત તકને જણાવ્યું હતું.

ADVERTISEMENT

અકસ્માતમાં થયું હતું મૃત્યુ 
ગોપાલભાઈ રાઠવાના પુત્રએ જણાવ્યું કે, અમને ખૂબ જ દુખ અને આશ્ચર્ય છે કે મારા પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર અને જરૂરી ડોક્યુમેન્ટ 5 મહિના પહેલા આપવામાં આવ્યા છે પરંતુ તેમની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે.
સંદીપે જણાવ્યું કે મારા પિતા બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતમાં તેઓ ઘાયલ થયા હતા અને ત્યાર બાદ તેમનું મૃત્યુ થયું હતું અને છેક સુધી તેઓ છોટાઉદેપુરમાં નોકરી કરતા હતા અને તે દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT