અમદાવાદમાં તસ્કરોનો આતંક, ઓફિસમાંથી ઉઠાવી ગયા 119 આઇફોન
અમદાવાદ: રાજ્યમાં તસ્કરોનો આતંક સતત વધી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. અમદાવાદમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે આઈ વિઝન કોમ્પ્લેક્સમાં…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં તસ્કરોનો આતંક સતત વધી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. અમદાવાદમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે આઈ વિઝન કોમ્પ્લેક્સમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. મોબાઇલની હોલસેલની દુકાનમાંથી 119 આઇફોનની ચોરીની ઘટનાથી ચકચાર મચ્યો છે.
અમદાવાદમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે આઈ વિઝન કોમ્પ્લેક્સમાં આવેલી મોબાઈલ ફોનના હોલસેલરની દુકાનમાં મોડીરાતે ચોર 119 આઇફોન ચોરીની ઘટના સામે આવી છે. જેની કિંમત અંદાજિત 76.75 લાખ રૂપિયા છે. ચોરી કરાયેલા આઇફોનમાં આઈફોન 14 મોડલના 72 ફોન ચોરાયા છે જ્યારે હતા જ્યારેઆઈફોન 13 મોડલના 47 ફોનની ચોરી થઈ છે. જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે પોલીસે ચોરીની ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઓફિસ પર પહોંચતા જ લાગ્યો ઝટકો
ફરિયાદી અપૂર્વ ભટ્ટ પાંજરાપોળ ચાર રસ્તા નજીક વાયબલ રિકોમર્સ ઈંડિયા નામની કંપની ધરાવીને હોલસેલમાં મોબાઈલ ખરીદ વેચાણનો ધંધો કરે છે. 5 જૂનના સોમવારે સવારે ઓફિસે પહોંચ્યો ત્યારે દરવાજાનું લોક તૂટેલું હતું. જે બાદ જાણ થઇ કે, તિજોરીમાંથી રોકડા રૂ.63,500 અને 128 જીબીના 72 આઈફોન 14, 128 જીબીના 31 આઈફોન 13 અને જૂના સ્ટોરમાંથી 11 આઈફોન 13 મળીને કુલ રૂ.76.75 લાખની 119 આઈફોનની ચોરી થઈ છે. જે બાદ વેપારીએ દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક ચોર 4 જૂને રાત્રે ઓફિસમાં ઘુસ્યો હતો અને હાથફેરો કરી નાસી છૂટયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT