સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી, અમરેલીમાં આખું ટ્રેક્ટર ડૂબ્યું, જુઓ VIDEO

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિરેન રવિયા/અમરેલી: ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નદી-નાળા છલકાઈ ગયા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમરેલીના ધારી ગીર પંથકમાં વરસાદ બાદના ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ધારી ગીરના ચલાલા પંથકમાં મુશળધાર વરસાદ બાદ આખે આખું ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું હતું.

ચલાલામાં વાડીએથી પાછું જતું ટ્રેક્ટર પાણીમાં ડૂબ્યું
ચલાલામાં ભારે વરસાદ બાદ ખડખડિયા હનુમાન મંદિર પાસે વરસાદના પાણીમાં વાડીએથી પાછું જતું ટ્રેક્ટર નાળામાં પાણી આવી જતા ફસાઈ ગયું હતું. જોકે ટ્રેક્ટરના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર પાણીમાં ડૂબી ગયેલા ટ્રેક્ટરનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

આ જિલ્લાઓમાં 4 દિવસ વરસાદની આગાહી
તો હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, પંચમહાલ, ડાંગ, દાહોદ, ભરુચ, સુરત તથા વડોદરામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વરસાદની સંભાવનાને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે. તથા દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ પણ મોકલવામાં આવી શકે છે. હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદ ખાબકી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT