આપ અને અસંતોષની સામે ઝુક્યા સંતોષ, આખરે જુના જોગીઓ ફરી મોટા ભા કર્યા
ગાંધીનગર : ગુજરાતનાં રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ ચાલી રહી છે. હાલમાં જ બે દિગ્ગજ નેતાઓના મંત્રાલય છીનવી લેવામાં આવ્યા છે. આ નિર્ણયના કારણે ભાજપે ફરી…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાતનાં રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ ચાલી રહી છે. હાલમાં જ બે દિગ્ગજ નેતાઓના મંત્રાલય છીનવી લેવામાં આવ્યા છે. આ નિર્ણયના કારણે ભાજપે ફરી એકવાર લોકોને ચોંકાવી દીધા છે. જો કે આઅગાઉ આખે આખુ મંત્રીમંડળ જ બદલી નાખવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સુધી તમામના રાજીનામા લઇ લેવામાં આવ્યા હતા. વિજય રૂપાણી, નીતિન પટેલ, આર.સી ફળદુ, પ્રદીપસિંહ જાડેજા સહિતનાં અનેક દિગ્ગજો આ સરકારની સાથે ધોવાઇ ગયા હતા.
પાટીલની ઘરડા નેતાઓને ટિકિટ નહી આપવાની નીતિ!
નવી સરકાર આવ્યા બાદ પાટીલની નીતિ સ્પષ્ટ થઇ હતી જેમાં 60 વર્ષથી વધારેની ઉંમરના નેતાઓને રિપિટ કરવાના નહોતા. આ ઉપરાંત અનેક ટર્મથી જીતતા અને બેઠક પર એકાધિકાર જમાવીને બેસી ગયેલા અનેક નેતાઓની યાદી તૈયાર કરવામાં આવી હોવાની પણ એક વાત વહેતી થઇ હતી. ભાજપ જે પ્રકારે પ્રયોગો કરી રહી તે જોતા તે અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટો 2022 ની વિધાનસભા ચૂંટણીમાં કાપી નાખે તે લગભગ લગભગ નક્કી માનવામાં આવી રહી હતી.
ભાજપ અને પાટિલની તમામ તૈયારીઓ પર આપે પાણી ફેરવી દીધું
ભાજપનો જે પ્રકારે ગુજરાતમાં દબદબો છે તે જોતા કોઇ નારાજ નેતા ભાજપનું કંઇ જાજુ બગાડી શકે તેમ પણ નહોતા. કદાચ એકાદી સીટ પર નુકસાન પહોંચાડી શકે પરંતુ તેનાથી ભાજપને કોઇ ફરક પડતો નહોતો. તે નવા નેતાઓ ખાસ કરીને યુવાનો આગળ કરવા માટે પ્રતિબદ્ધ હતી. કોંગ્રેસ પણ સુષુપ્ત અવસ્થામાં હતી તેથી વિપક્ષનો કોઇ ખતરો જ નહોતો. પરંતુ હવે આપનું જે વાવાઝોડુ આવ્યું છે. તેની અસર ભાજપને પણ થાય તેમ લાગતા હવે ભાજપ દિગ્ગજ નેતાઓનો અસંતોષ ખાળી શકાય તેમ નથી.
ADVERTISEMENT
આખરે ભાજપે અસંતોષ ખાળવા પ્લાન બી લાગુ કર્યો
જેના કારણે ભાજપે હવે પ્લાન બી અખતિયાર કરીને આવા દિગ્ગજ નેતાઓને સંગઠનમાં મોટા પદ ફાળવી દીધા છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ. મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વ કૃષી મંત્રી આર.સી ફળદુનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામનો સમાવેશ ભાજપના સંગઠનની કોર કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી એક પ્રકારે અસંતોષને ખાળવા માટે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બી.એલ સંતોષે આખરે ઝુકવું પડ્યું નહી તો અસંતોષ જ પક્ષને ભારે પડેતેમ હતું
જો કે આ ચાર મંત્રીઓનો તો સંગઠનમાં સમાવેશ કરીને એક પ્રકારે તેમને ‘સંતોષ’ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ હજી પણ અનેક દિગ્ગજ નેતાઓ એવા છે જેમનો અસંતોષ ભાજપને ભારે પડી શકે છે. જેમાં પ્રદિપસિંહ જાડેજા, ગણપત વસાવા, સૌરભ પટેલ, જયેશ રાદડીયા, રમણ પાટકર, પરષોત્તમ સોલંકી, વાસણભાઇ આહીર,કુમાર કાનાણી, બચુભાઇ ખાબડ, કુંવરજી બાવળીયા, અને ઇશ્વર પરમારનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
જુના ઘોડાઓને ફરી તબેલે બાંધવાનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, આ તમામ નેતાઓ એવા છે જે પોતાના વિસ્તારની કમસે કમ 5 સીટોને પ્રભાવિત કરતા હોય. તેવામાં આપનુ તોફાન અને આંતરિક અસંતોષ અને જનતાનો સતત ઘટી રહેલો વિશ્વાસ આ ત્રણ મોરચે ભાજપ લડી શકે તેમ નથી. જેથી હવે ભાજપ સંપુર્ણ ડેમેજ કંટ્રોલના મુડમાં છે. આ ઉપરાંત અનેક નેતાઓ એવા છે કે જેમનો સંગઠન અથવા તો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં ભારે દબદબો છે. જેના કારણે આ નેતાઓ દ્વારા પરોક્ષ દબાણ પણ લવાઇ રહ્યું હતું. જેના પગલે હવે આખરે તાજ વગર ફરી રહેલા ઘરડા થઇ ચુકેલા ઘોડાઓને ફરી એકવાર ભાજપ દ્વારા તબેલે બાંધવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આબરૂદાર પદ પરથી ઉતર્યા બાદ સર્જાયેલો શુન્યાવકાશ ફરી ભરવાનો પ્રયાસ
અત્રે ઉલ્લેખનીય છેકે વિધાનસભા ચૂંટણી દરમિયાન આ કોર કમિટી દ્વારા જ મહત્વના નિર્ણયો લેવામાં આવતા હોય છે. જેથી આ કમિટીમાં જે વ્યક્તિ હોય તેનો આપોઆપ દબદબો વધી જતો હોય છે. જેથી મોભાદાર પદ પરથી ઉતરીને સાવ આબરૂ વગરનાં થઇ ગયેલા નેતાઓને ફરી એકવાર દબદબો મળશે અને તેના કારણે તેમને ફરી પદ મળવાથી અત્યાર સુધી જે આડકતરા અપમાનો સહ્યા તેની કળ વળી શકશે.
ADVERTISEMENT