જામનગરમાં રાષ્ટ્રધ્વજનું અપમાન, તિરંગા યાત્રામાં બેદરકાર નેતાને પગે રાષ્ટ્રધ્વજ અડતો VIDEO વાઈરલ
દર્શન ઠક્કર/જામનગર: આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના રણમલ તળાવથી ચાંદી બજાર સુધી લગભગ 1.6 કિમીની આ તિરંગા યાત્રામાં પદાધિકારીઓ,…
ADVERTISEMENT
દર્શન ઠક્કર/જામનગર: આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના રણમલ તળાવથી ચાંદી બજાર સુધી લગભગ 1.6 કિમીની આ તિરંગા યાત્રામાં પદાધિકારીઓ, અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ સહિત લોકો ઉમળકાભેર જોડાયા હતા. જો કે, ભાજપના અગ્રણી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા યાત્રા દરમિયાન ભાન ભૂલ્યા હતા અને પોતાના હાથમાં રહેલા રાષ્ટ્રધ્વજને ઉલટો પકડ્યો હતો. આ દ્રશ્યો જોઈ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
હકીકતમાં જામનગરમાં યોજાયેલી તિરંગા યાત્રાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.જેમાં ભાજપના અગ્રણી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા હાથમાં તિરંગા સાથે દેખાય છે. જોકે નેતા ભાન ભૂલ્યા હોય એમ ઝંડો પહેલા ઊંધો કરી નાખે છે અને બાદમાં તે તેમના પગને પણ સ્પર્શે છે, જોકે તેમને ભાન જ નથી કે તેમના હાથમાં દેશની ‘આન, બાન અને શાન’ રાષ્ટ્રધ્વજ છે અને તેમનાથી તેનું અપમાન થઈ રહ્યું છે.
ADVERTISEMENT
દેશના રાષ્ટ્રધ્વજની ગરિમા ન જાળવતા આવા નેતાઓ સામે દેશપ્રેમીઓએ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને લઈને ભારે આક્રોશ ઠાલવ્યો હતો. આ કોઈ પક્ષનો ઝંડો નથી, ભાજપના નેતાને કોઈ સમજાવો તેવી ચર્ચા લોકો વચ્ચે જાગી હતી.
જામનગર મહાનગરપાલિકા આયોજીત તિરંગા યાત્રા લાખોટા પરીસરથી નિકળી હતી. જેમાં મેયર, ધારાસભ્ય, શહેર ભાજપ અધ્યક્ષ, ક્લેક્ટર, કમિશ્નર, એસ.પી, ચીફ ફાયર ઓફિસર, આર્મી, નેવી, શાળા ના બાળકો સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન પદાધિકારીઓએ કરાવ્યું હતું અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT