જંગલમાં સિંહ આ રીતે કરે છે શિકાર, જુઓ વીડિયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: ગીરનું જંગલ સિંહનું રહેણાંક સ્થળથી દુનિયાભરમાં જાણીતું છે. સિંહના અનેક વિડીયો અને ફોટા સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન સિંહનો શિકાર કરતો વીડિયો સામે  આવ્યો છે. જેમાં સિંહ ટોળું તૈયાર કરી અને હરણનો શિકાર કરે છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. અને આ ઘટનાનો વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

સામાન્ય રીતે ગીરના જંગલમાં સિંહો લટાર મારતા કે ગામમાં શિકારની શોધમાં આવેલા જોવા મળે છે. ગીર વિસ્તારમાં સિંહની ઝલક જોવા માટે દુનિયભરના લોકો આવે છે. અને ક્યારેક નિરાશ થઈને પણ લોકોએ જવું પડે છે. ત્યારે નેચર સફારી પાર્કના જંગલ વિસ્તારમાં એક હરણનો સિંહે શિકાર કર્યો અને આ અદ્ભુત નજારો જંગલ સફારી કરતી વખતે ચાર જિપ્સીમાં આવનાર લોકોએ માણ્યો છે.

જુઓ વીડિયો

ADVERTISEMENT

આ રીતે કર્યો શિકાર
આ દ્રશ્ય ગીર જંગલ સફારીનું છે જ્યાં બે સિંહણ એક હરણની પાછળ ચુપચાપ આગળ વધી રહી હતી, પછી હરણે ભાગવાનો પ્રયાસ કર્યો, પછી ત્યાં ત્રણ સિંહો તેની પાછળ દોડયા અને હરણને ચારે બાજુથી ઘેરી લીધું, અને એક સિંહે હરણનો શિકાર કર્યો. આ સમગ્ર ઘટના 11 વર્ષથી ગાઈડ તરીકે ફરજ બજાવતા અને વાઇલ્ડ ફોટોગ્રાફર ચિરાગ સેવરાએ કેમેરામાં કેદ કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT