અરવલ્લી: અજાણ્યા શખ્સોએ પોલીસ સ્ટેશનમાં ઘુસી બાઈક ચોરને માર માર્યો, વીડિયો પણ ઉતાર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લી: અરવલ્લીના સાઠંબા પોલીસ સ્ટેશનમાં લોકઅપ રૂમ પાસે બાઈક ચોરીના આરોપીને 6 શખ્સો દ્વારા માર મારવાનો બનાવ સામે આવ્યો છે. આટલું જ નહીં આ શખ્સોએ પોલીસ સ્ટેશનમાં જ ચોરીના આરોપીને માર મારવાનો વીડિયો પણ બનાવ્યો હતો. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસની કામગીરી સામે જ અનેક સવાલો ઊભા થાય છે. વીડિયો સામે આવ્યા બાદ હાલમાં 4 શખ્સોને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે સંબંધિત પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ તથા તે સમયે ફરજ પર હાજર પોલીસકર્મી સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પાણી પીવડાવવાના બહાને પોલીસ સ્ટેશનમાં રોકાયા
આ મામલે SP સંજય ખરાટે જણાવ્યું કે, 19મી ઓગસ્ટે એક વ્યક્તિને બાઈક ચોરીના ગુનામાં પકડવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો આ વ્યક્તિને પકડીને સાઠંબા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા, જેમાંથી મોટાભાગના લોકો પાછા જતા રહ્યા હતા, જ્યારે 6 લોકોએ તે વ્યક્તિને ઓળખતા હોવાનું અને તેને પાણી પીવડાવવાનું કહીને ત્યાં રોકાયા હતા.

ADVERTISEMENT

ચોરીના આરોપીને લાફો મારતો વીડિયો ઉતાર્યો
આ 6 લોકો દ્વારા આરોપીને પાણી આપતા સમયે તેના કાન મરડતા અને લાફો મારતો વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. પોલીસની જાણમાં આ વીડિયો આવતા જ આ મામલે IPCની કલમ, IT એક્ટ તથા ગુજરાત પોલીસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓ સામે કાયદો હાથમાં લઈને મારપીટ કરવા, પોલીસ સ્ટેશનના પ્રતિબંધિત વિસ્તારમાં વીડિયો રેકોર્ડ કરવા મામલે ગુનો દાખલ કરાયો છે.

પોલીસ કર્મી સામે SPએ ખાતાકીય તપાસના આદેશ આપ્યા
જ્યારે ચોરીના આરોપી સામે અન્ય પોલીસ સ્ટેશન, બાયડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને બાઈક રીકવર કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં જ માર માર્યાની ઘટના બનતા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ તથા તે સમયે ડ્યુટી પર હાજર પોલીસ કોન્સ્ટેબલ સામે પણ ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને રિપોર્ટ સબમીટ થયા બાદ તેમની સામે પગલાં લેવામાં આવશે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: હિતેશ સુતરિયા)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT