નર્મદામાં આટલા મતદાન મથકો પર કોઈ જ મોબાઈલ નેટવર્ક નથી, જાણો તંત્રએ શું કરી તૈયારી
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તંત્ર તૈયારીને આખરી…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તંત્ર તૈયારીને આખરી ઓપ આપી રહી છે. આ દરમિયાન ચૂંટણીને લઈ અનેક સમસ્યા સામે ઝઝૂમી તંત્રએ મતદાન માટે વ્યવસ્થા કરી છે. ત્યારે આજે 5 જી નેટવર્ક ગુજરાતમાં આવી ચૂક્યું છે. આ દરમિયાન નર્મદા જિલ્લાના કેટલાય ગામો છે જ્યાં 2 જી નેટવક પણ નથી પહોંચ્યું અને આ સ્થિતિમાં ફોન કરવો પણ અઘરો બની ચૂક્યો છે જ્યાં તંત્રએ વિવિધ ટેકનિક અપનાવી મતદાનની તૈયારી કરવામાં આવી છે.
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આવતી કાલે શરૂ થશે. મતદાનને લઈ તંત્ર દ્વારા પૂરજોશથી તૈયારી કરવામાં આવી છે. હવે દરેક જગ્યાએ સ્થિતિ એવી છે કે 4G અને હવે 5G નેટવર્ક સેવા પણ આવી ગઈ છે. મતદાન દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ડેટાની તથા મેસેજની આપલે થાય છે. પરંતુ આજે જ્યાં 4G 5G નેટવર્ક તો દૂર 2G નેટવર્ક પણ ઉપલબ્ધ નથી અને ત્યાં સામાન્ય કોલિંગ કરવું મુશ્કેલ છે. આવા મતદાર મથકો નર્મદા જિલ્લામાં ઘણા છે. જેના માટે મતદાન વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
વોકી ટોકી નો ઉપયોગ કરવામાં આવ્યો
આ મામલે ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીએ જણાવ્યું કે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં કુલ 624 મતદાન મથકોમાંથી 17 કેન્દ્રો એવા છે જ્યાં મોબાઈલની ઉપલબ્ધતા ન હોવાને કારણે નેટવર્ક, ફોરેસ્ટ વિભાગ વાયરલેસ, વોકી-ટોકીનો ઉપયોગ કરી રહ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં આ વખતે અમે જે પણ વાહનમાં મતદાન મથકે જઈ રહ્યા છીએ, જેની અંદર મતદાન કર્મચારીઓ ઈવીએમ મશીન લઈ જશે, જીપીએસ લગાવવામાં આવ્યા છે. તે, જીપીએસ ઇન્સ્ટોલ કરવાને કારણે, તે કાલે ક્યાં જશે અને આ વખતે અમે સંપૂર્ણ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચૂંટણી કરાવવા જઈ રહ્યા છીએ, તેઓ કહે છે કે નર્મદા જિલ્લામાં કુલ 30 મતદાન મથકો એવા છે જ્યાં કોઈ પણ પ્રકારનું મોબાઈલ નેટવર્ક નથી.
ADVERTISEMENT
વન વિભાગ અને પોલીસ વિભાગની મદદ
ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં કુલ 30 મતદાન મથકો એવા છે જ્યાં કોઈ પણ પ્રકારનું મોબાઈલ નેટવર્ક નથી. નર્મદા જિલ્લામાં એક જંગલ વિસ્તાર છે અને આ જંગલ વિસ્તારની અંદર ઘણા એવા ગામો છે, જ્યાં મોબાઈલ નેટવર્ક નથી, જેના કારણે વન વિભાગની મદદ લેવામાં આવે છે અને પોલીસ વિભાગની મદદ લેવામાં આવે છે. વાયરલેસ સેટ માટે લેવામાં આવે છે. દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં વોકી ટોકી આપવામાં આવે છે જ્યાં મોબાઈલ નેટવર્ક નથી અને ત્યાંથી વોકી ટોકી દ્વારા જે લોકો ચૂંટણીમાં મતદાન કરે છે નેની માહિતી આપવામાં આવે છે.કોઈ સમસ્યા હોય કે ગમે તે હોય. અને આ સાથે દર કલાકે કેટલું મતદાન થયું છે. મતદાન સંબંધિત તમામ માહિતી વોકી ટોકી દ્વારા આપવામાં આવે છે
શૈલેષ ગોકલાણી એ વધુમાં જણાવ્યું કેચૂંટણી પંચે આ વખતે ચૂંટણીમાં શું નવું કર્યું
ADVERTISEMENT
- સંવેદનશીલ મતદાન મથકો જ્યાં વેબ કાસ્ટિંગ કેમેરા લગાવવામાં આવ્યા છે
- વિકલાંગ સંચાલિત મતદાન મથક બનાવ્યા
- ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો બનાવાયા
- મહિલા સંચાલિત મતદાન મથકો બનાવવામાં આવ્યા
- ઈવીએમ, મતદાન કર્મચારીઓને લઈ જતા વાહનો પર જીપીએસ ફીટ કરવામાં આવ્યા છે
ADVERTISEMENT