કુદરતી આફત વચ્ચે સાબરકાંઠામાં તસ્કરોએ માતાજી મંદિરમાં હાથફેરો કર્યો, છતર અને કંદોરો પણ ના છોડ્યા
ધનેશ પરમાર/સાબરકાંઠા: ગુજરાતમાં હાલ બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગે એલર્ટ પણ આપ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં મોડી…
ADVERTISEMENT
ધનેશ પરમાર/સાબરકાંઠા: ગુજરાતમાં હાલ બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગે એલર્ટ પણ આપ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતથી અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો હતો, આ વચ્ચે મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે. અજાણ્યા શખ્સે મંદિરમાં ઘુસીને રોકડ રકમ તથા માતાજીના છતર અને કંદોરો ચારી લીધા હતા. ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
વહાણવટી માતાજીના મંદિરમાં તસ્કરોનો હાથ ફેરો
વિગતો મુજબ, સાબરકાંઠાના તલોદ તાલુકામાં આવેલા વડોદરા ગામમાં મોડી રાત્રે વહાણવટી માતાજીના મંદિરમાં અજાણ્યા ઈસમો ચોરી કરી હતી. માતાજી મંદિરમાં ઘુસેલો અજાણ્યો શખ્સ 25 હજારની રોકડ સહિત મંદિરમાં લાગેલું માતાજીનું છતર તથા કંદોરો ચોરીને ફરાર થઈ ગયો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આ ચોરીના બનાવ અંગે જાણ કરવામાં આવતા હાલમાં અજાણ્યા શખ્સની ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ઈડરમાં 11 દુુકાનના તાળા તૂટ્યા
તો ઈડરમાં પણ મોડી રાત્રે ભારે વરસાદ વચ્ચે 11 દુકાનોના તાળા તૂટ્યા હતા. ઈડરના બાલાજી કોમ્પલેક્ષના પાછળ ના ભાગે 11 દુકાનોના તાળા તોડીને ચોરી કરવામાં આવી હતી. ઓનલાઈન સામાનના કુરિયર અને ટ્રાન્સપોર્ટની દુકાનો તોડીને તસ્કરો 1 લાખથી વધારેની મતાની ચોરી ગયા હતા. તસ્કરો દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા સાથે ડીવીઆર પણ સાથે લઈને પલાયન થઈ ગયા હતા. ઘટનાની પોલીસ મથકે જાણ કરાયા બાદ તપાસ હાથ ધરાઇ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT