નર્મદા ડેમની જળ સપાટી 135.9 મીટરે પહોંચી, પાણીની આવક ઘટી
અમદાવાદ: ગુજરાતમાં મેઘરજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે રાજ્યના 50 જેટલા જળાશયો 100 ટકા ભરાઈ ચૂક્યા છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ અને મધ્યપ્રદેશ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં મેઘરજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે રાજ્યના 50 જેટલા જળાશયો 100 ટકા ભરાઈ ચૂક્યા છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારમાં અવિરત વરસાદના કારણે નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. પાણીની આવકથી સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમની સપાટી 135.93 મીટરે પહોંચી છે.
ડેમના 10 દરવાજા ખુલ્લા:
રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદના કારણે રાજ્યના અનેક ડેમો ભરાઈ ચૂક્યા છે ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ નર્મદા પાણીની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ડેમની જળ સપાટી વધીને 135.93 મીટર પર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં હાલ ઉપરવાસમાંથી 1,62292 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે નર્મદા ડેમના કુલ 10 દરવાજા 1.5 મીટર ખુલ્લા છે. જોકે વરસાદે સામાન્ય વિરામ લેતા
ઉપરવાસમાંથી પાણી આવક ઘટી છે. સરદાર સરોવર ડેમમાંથી કુલ 1,61997 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જોઈ સરદાર સરોવરની કુલ સપાટીની વાત કરવામા આવે તો, કુલ સપાટી 138.68 મીટર છે.
રાજ્યમાં સિઝનનો વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 140 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ 38 મી.મી. પંચમહાલના જાંબુઘોડામાં વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ફક્ત બે તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યારસુધી સિઝનનો સરેરાશ 97.53 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 151.86 ટકા, ઉત્તર ગુજરાતમાં 97.34 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 80.49 ટકા, સૌરાષ્ટ્રમાં 88.71 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 107.69 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
ADVERTISEMENT
રાજ્યમાં 49 જળાશયોમાં 100 ટકા જળ સંગ્રહ
રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં તા. ૧૭ ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં ૭૬.૬૯ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જયારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૮૬,૦૫૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૫.૬૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ સરદાર સરોવર સિવાય રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૯૮,૨૪૭ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૭૧.૩૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજ્યમાં ૪૯ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે સરદાર સરોવર સહીત ૬૩ જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા, ૨૭ જળાશયોમાં ૫૦થી ૭૦ ટકા, ૩૬ જળાશયોમાં ૨૫થી ૫૦ ટકા અને ૩૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭, દક્ષિણ ગુજરાતના ૧૩, કચ્છના ૨૦ અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.
વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા
ADVERTISEMENT
ADVERTISEMENT