MORBI ની દુર્ઘટના ટળી ગઇ હોત જો આ પરિવારનું કોઇએ સાંભળ્યું હોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી : સમગ્ર ગુજરાતને સ્તબ્ધ કરી દેનારો ઘટનાક્રમ મોરબીમાં બન્યો હતો. જે માનવીય ભુલ અને બેદરકારીનું પરિણામ હતી. સ્પષ્ટ રીતે તંત્ર, સંચાલકો અને બ્રિજ પર જનારા લોકોની સંયુક્ત બેદરકારીનું પરિણામ હતું જેની કિંમત 150 થી વધારે લોકોએ પોતાનો જીવ દઇને ચુકવી હતી. જો કે હવે કેટલાક પ્રત્યક્ષ દર્શીઓ અને આ અંગે ફરિયાદ કરનારા લોકો પણ સામે આવી રહ્યા છે.

ઘટના અંગે ચોંકાવનારો ઘટનાક્રમ ટાળી શકાયો હોત
ઘટના અંગે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે કે, મુળ જામનગરના વતની અને હાલ અમદાવાદ રહેતા એક પરિવારે બ્રિજ પર થયેલી ભારે ભીડ અંગે સંચાલકની ઓફીસે જઇને ફરિયાદ કરી હતી. બ્રિજ પર કેટલાક તોફાની આવારા તત્વો જે કરી રહ્યા છે તે અંગે ચેતવણી આપી હતી.

વિજયભાઇ અગરબત્તીવાળાએ સ્થાનિક તંત્રને ફરિયાદ કરી હતી
ઘટનાને વર્ણવતા વિજય અગરબત્તીવાળાએ જણાવ્યું કે, હું મુળ જામનગરનો છું અને હાલ અમદાવાદના બાપુનગરમાં રહુ છું. અગરબત્તીનો વ્યવાય કરૂ છું. વતનમાં દિવાળીઉજવવા માટે ગયાહ તા. અમદાવાદ પરત ફરતી વખતે મોરબીમાં સંબંધીના ઘરે ગયા હતા. જેથી પરિવારોએ ઝુલતા પુલ પર જવાનો નિર્ણય કર્યો હતો. ત્રણ વાગ્યાની આસપાસ અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે બ્રિજ પર કેટલાક અસામાજિક તત્વો ધીંગામસ્તી કરી રહ્યા હતા. જેથી અમે સ્થાનિક સિક્યુરિટી ગાર્ડ અને ઓફીસનો સંપર્ક કરીને આ અંગે ફરિયાદ કરી હતી.

ADVERTISEMENT

સ્થાનિક તંત્રએ ફરિયાદ સાંભળી જ નહી
જો કે સ્થાનિક બ્રિજની સારસંભાળ કરનારા ઓફીસમાંથી ઉદ્ધતાઇ ભર્યો જવાબ મળ્યો હતો. જેથી આ પરિવારના લોકો તેથી ગુસ્સે ભરાઇને ત્યાંથી નિકળી ગયા હતા. પરત ફરતી વખતે તેમણે જોયું કે, વધારે પ્રમાણમાં લોકો બ્રિજ તરફ કોઇ સિક્યુરિટી નહી પણ નહોતા. લોકો ખુબ જ ધીંગા મસ્તી કરી રહ્યા હોવાનાં કારણે તેઓ નિકળી ગયા હતા. જેના ડોઢ જ કલાકમાં આ દુર્ઘટના બની હોવાની અમને માહિતી મળી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT