ગુજરાત પરનું સંકટ યથાવત, વાવાઝોડાની સ્થિતમાં કોઈ જ બદલાવ નથી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતમાં આવી રહેલી આફતને લઈ ચર્ચાઓ જાગી હતી કે વાવાઝોડુ ગુજરાત ગુજરાતથી દૂર જશે આ દરમિયાન હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ગુજરાત પરનું સંકટ યથાવત છે. તેમણે જણાવ્યું કે વાવાઝોડુ જખૌ થી 260 કિમી દૂર આવેલ છે.

ગુજરાત પર આફત આવી રહી છે. ત્યારે બિપોરજોયનામની આફત ટળવાનું નામ નથી લઈ રહી. ત્યારે વાવાઝોડાને લઈ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વાવાઝોડાને લઈ જણાવ્યું કે, વાવાઝોડુ જખૌ થી 260 કિમી દૂર આવેલ છે. સાઈકલોન ની તેજ સ્થિતી છે. તેમાં કોઈ બદલાવ નથી આવ્યો. આવતી કાલે સાંજે 5 વાગ્યે સાઈકલોન જખૌ ખાતે હિટ કરશે.

કચ્છમાં વાવાઝોડાની આફત વચ્ચે ભૂકંપ
સમગ્ર દેશ કચ્છમાં આવનાર વાવાઝોડાને લઈ એલર્ટ છે. આ દરમિયાન કચ્છમાં જાણે મુસીબત ચારેકોરથી આવી રહી છે. તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કચ્છમાં વાવાઝોડાના ભય વચ્ચે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉમાં અનુભવાયેલા આંચકાની તીવ્રતા 3.5 ની આંકવામાં આવી છે. 5:05 મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી 5 કિમી કેન્દ્ર બિંદુ નોંધાયું છે.

ADVERTISEMENT

કચ્છમાં આ 9 ગામ રહેશે બંધ
સંભવિત વાવાઝોડાની અસરને પગલે પશ્ચિમ કચ્છના 9 મોટા ગામ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર,નારાયણ સરોવર, નલીયા, કોઠારા, નખત્રાણા સહિત 9 ગામોની બજારો બંધ રાખવા કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આવશ્યક વસ્તુઓ સિવાય 14-6-2023 નાં સાંજે 8 વાગ્યાથી તા 16-6-2023 નાં 6 વાગ્યા સુધી બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે દરિયાકિનારાની નજીકના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 47,113 લોકોનું સ્થળાંતર કરાયું
સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે અને બુધવાર સાંજ સુધીમાં આ કામગીરી 100 ટકા પૂર્ણ થવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 4462, કચ્છમાં 17,739 , જામનગરમાં 8542, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 4863, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 1936 અને રાજકોટમાં 4497 મળી કુલ 47,113 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ADVERTISEMENT

 (વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT