મહીસાગરમાં લોખંડના બોર્ડ હટાવવા તંત્ર અકસ્માતની રાહે? માર્ગ અને મકાન વિભાગની કાર્યપ્રણાલી પર ઉઠયા સવાલ
વિરેન જોશી, મહીસાગર: મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે. લુણાવાડા સંતરામપુર સ્ટેટ હાઇવે પર ભારે વાહનોને અડચણરૂપ થાય તેવા…
ADVERTISEMENT
વિરેન જોશી, મહીસાગર: મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે. લુણાવાડા સંતરામપુર સ્ટેટ હાઇવે પર ભારે વાહનોને અડચણરૂપ થાય તેવા મોટા લોખડના બોર્ડ ઠેર ઠેર લગાવવામાં આવતા માર્ગ અને મકાન વિભાગની કાર્યપ્રણાલી પર અનેક સવાલો ઉઠ્યા છે.
મહિસાગર જિલ્લા ના લુણાવાડા સંતરામપુર સ્ટેટ હાઇવે પર માર્ગ અને મકાન વિભાગના નીયમોની ધજીયા ઉડાવતા મોટા મોટા સાઈડ બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેના કારણે મોટો માર્ગ અકસ્માત થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. ત્યારે કુંભકર્ણની નિદ્રામાંથી ક્યારે જાગશે માર્ગ અને મકાન વિભાગ કે પછી કરશે બોર્ડ લગાવનાર એજન્સીનો બચાવ કરશે તે જોવાનું રહ્યું છે.
તંત્ર સામે ઉઠયા સવાલો
સંતરામપુર લુણાવાડા રોડ પરથી ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન તરફ જતા ભારે વાહનોની અવર જવર રહેતી હોય છે. ત્યારે રોડની ઉપરજ આવા મસ મોટા લોખંડના બોર્ડને કારણે ભારે વાહનોને અકસ્માત થવાની પુરે પુરી શક્યતાઓ રહેલી છે. મોટા અકસ્માત ને નોતરું આપતાં મોટા મોટા બોર્ડ ઠેર ઠેર જોવા મળતા લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે કે કોની પરમિશનથી મોટા મોટા બોર્ડ રોડ પર લગાવવામાં આવ્યા તેવા સવાલો ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
માર્ગ અને મકાન વિભાગ કુંભકર્ણની નિદ્રામાં
માર્ગ અને મકાન વિભાગ ઘોર નિદ્રામાં હોવાથી અવર જવર કરનાર લોકો હવે સાવધાન થયા છે. આખરે અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ માર્ગ અને મકાન વિભાગ કે પછી જાહેરાત કંપની? આવા સવાલો સાથે લોકો અહીથી જીવન જોખમે પસાર થઈ રહ્યા છે. મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ રોડમાં થતા ભ્રષ્ટાચાર વખતે હંમેશા તથ્ય વગરના કારણો બતાવી રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરના બચાવામાં આવતા હોય છે. ત્યારે ફરી એકવાર આ બોર્ડ લગાવનાર એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવા કુંભકર્ણની નિદ્રામાંથી ક્યારે કે પછી કરશે બોર્ડ લગાવનાર એજન્સીનો પણ બચાવ તે જોવું રહ્યું. બચાવમાં પણ તથ્ય વગરનું કારણ રજૂ કરી બચાવ કરે તો નવાઈ નહીં
ADVERTISEMENT