કચ્છ પર આવી રહેલ આફતને લઈ તંત્ર સજ્જ, સેટેલાઈટ ફોનથી લઈ શેલ્ટર હોમમાં જાણો શું છે તૈયારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ: ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો સતત વધી રહ્યો છે. ત્યારે હવે વાવાઝોડુ કચ્છથી 170 કિમી દૂર છે. વાવાઝોડાને લઈ તંત્ર એક્શનમોડ છે. ત્યારે વાવાઝોડું આજે રાત્રે 9 આસપાસ જખૌ બંદર ખાતે લેન્ડફોલ થઈ શકે છે. આ દરમિયાન તંત્રએ કચ્છને લઈ તૈયારીઓ પૂર્ણ કરી છે. કચ્છ પર વાવાઝોડાનો સતત ખતરો વધી રહ્યો છે આ દરમિયાન કચ્છમાં કૂલ 32,000 વીજપોલ રિઝર્વ રાખવામાં આવ્યા છે.

ગુજરાત પર આવી રહેલી આફત પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમ રાજ્ય પર નજર રાખી રહી છે. આ દરમિયાન તંત્રએ કચ્છમાં કેવી તૈયારી કરી છે. તેના પર સૌની નજર છે. ત્યારે વાવાઝોડાની અસરની વાત કરવામાં આવે તો. કચ્છના 7 અસરગ્રસ્ત તાલુકામાં 120 ગામો અસરગ્રસ્ત થઈ છે. અબડાસા 19, ભચાઉ 17, અંજારના 8, ગાંધીધામ 7, માંડવી 19, મુન્દ્રા 15, લખપત 35 ગામ અસરગ્રસ્ત છે. કચ્છમાં દરિયાકાંઠાથી 0 થી 5 કિમી વિસ્તારના 72 ગામો, કચ્છમાં દરિયાકાંઠાથી 5 થી 10 કિમી વિસ્તારમાં 48 ગામો અસરગ્રસ્ત છે. કચ્ચછમાં કુલ 35,822 લોકોનુ સ્થળાંતર કરાયુ. જેમાં મીઠા અગરોમાં કામ કરતા 4509 અગરીયાઓનું સ્થળાંતર કરાયુ છે.

17,887 પશુઓને સલામત સ્થળે ખસેડાયા
કચ્છમાં આવનાર આફતને લઈ તંત્ર એક્શનમોડ છે. ત્યારે કચ્છમાં આશ્રયસ્થાનોમાં લાઈટ, પાણી, ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આશ્રયસ્થાનોમાં જનરેટર, 1070 ઈન્વર્ટર બલ્બ, 400 હેન્ડ ટોર્ય, 50 જનરેટર સેટની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ તંત્રએ પશુઓને લઈ પણ સજાગતા દર્શાવી છે. અબડાસા, લખપતના 17,887 પશુઓને સલામત સ્થળે ખસેડાયા છે. કચ્છમાં 32,000 વીજપોલ રિઝર્વરાખવામાં આવ્યા છે. બીજી તરફ PGVCL દ્વારા 43 વિહિકલ તૈયાર રાખવામાં આવ્યા છે. 125 રીસ્ટોરેશન ટીમ બનાવી દેવામાં આવી છે. 12,600 વીજપોલ તાલુકાઓમાં પહોંચાડી દેવાયા છે.

ADVERTISEMENT

1,25,000 ફૂડપેકેટ તૈયાર
કચ્છમાં 4 સેટેલાઈટ ફોનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભુજ, નલીયા અને નખત્રાણામાં ૩ હેમ રેડીયો તૈયાર કરવામાં આવ્યા છે. કોટેશ્વર મંદિર તેમજ તેની બજારો બંધ રાખવામાં આવી છે. 1,25,000 ફૂડપેકેટ તૈયાર કરવામાં આવ્યા. બીજી તરફ 86,000 ફૂડપેકેટનું વિતરણ પણ કરી દેવામાં આવ્યું છે. દુધ સાગર ડેરી મારફતે 5000 લીટર દુધની વ્યવસ્થા કરવામાં આવી છે. 2000 કિલો દૂધ પાવડરની વિવિધ શેલ્ટર હોમ ખાતે વ્યવસ્થા

175 એમ્બ્યુલન્સ તૈયાર
વાવાઝોડાને પગલે કચ્છમાં 175 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ છે. 87 પીવાના પાણીના ટેંકર અને 9 ડીવોટરીંગ પંપ ની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. 56 ટેન્કર આશ્રયસ્થાન પર અને તેમજ 35 ટેંકર અસરગ્રસ્ત ગામોમાં મોકલવામાં આવ્યા છે. NDRFની 4 ટીમ ગાંધીધામ, માંડવી, લખપત, અબડાસા, નખત્રાણા, ભુજમાં તૈનાત છે. જ્યારે SDRFની 2 ટીમ નારાયણ સરોવર, નલીયામાં તૈનાત કરવામાં આવી છે. RPFની 4 ટીમ ગાંધીધામ, મુંદ્રા, નલીયામાં તૈનાત છે. ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ, બોર્ડર સીક્યોરીટી ફોર્સ તથા એર ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે. 4 ફાયર ટીમ લખપત, અબડાસા, માંડવી, ભુજમાં તૈનાત કરવામાં આવી. 87 ડમ્પર, 300 ટ્રેક્ટર તથા 29 JCB, 61 ટ્રક સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. માર્ગો પરથી વૃક્ષો હટાવવા તથા રોડ ક્લીયરન્સ માટે 50 ટીમ બનાવાઈ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT