રાજ્ય સરકાર ખેડૂતોને લઈ એક્શન મોડ પર, લીધો આ મહત્વનો નિર્ણય
ગાંધીનગર: લોકસભાની ચૂંટણી આવતા વર્ષની શરૂઆતમાં યોજાય તેવી સંભાવના છે. આ દરમિયાન હવે સરકાર જનતા પર વધુ ફોકસ કરી રહી છે તેમ ગુજરાતમાં આજે મહત્વનો…
ADVERTISEMENT
ગાંધીનગર: લોકસભાની ચૂંટણી આવતા વર્ષની શરૂઆતમાં યોજાય તેવી સંભાવના છે. આ દરમિયાન હવે સરકાર જનતા પર વધુ ફોકસ કરી રહી છે તેમ ગુજરાતમાં આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ખેડૂતો માટે વીજ જોડાણ અને પાણી મુદ્દે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ મહત્વી જાહેરાત કરી છે.
લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ રાજ્યસરકાર એક્શનમોડ પર જોવા મળી રહી છે. આ દરમિયાન આજે ખેડૂતોને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ઉર્જામંત્રી કનુભાઈ દેસાઇએ વીજ જોડાણ અને પાણી મુદ્દે મોટી જાહેરાત કરી છે.જેમાં ખેત તલાવડીઓનું પાણી ખેતીમાં વાપરવા માટે વીજ કનેક્શન અપાવનો નિર્ણય કર્યો છે. જ્યાં ખેત તલાવડી હશે, ત્યાં વીજ કનેક્શન આપવામાં આવશે. ખેત તલાવાડી માટે વીજ કનેક્શનની સાથે ડિપ ઈરિગ્રેશનની સબસીડી અને સુક્ષ્મ સિંચાઈ માટે પાંચ હેક્ટરના કનેક્શન અપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ખેડૂતને થશે લાભ
ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે, વરસાદી પાણીનો સંગ્રહ કરનાર ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ખેત તલાવડીના પાણીથી બિનપિયત વિસ્તાર પણ લીલોછમ બનશે. ખેત તલાવડી માટેના વીજ કનેક્શનથી બનાસકાંઠાને ફાયદો થશે, ઉલ્લેખનિય છે કે, ઘણા વિસ્તારમાં પાણીના સ્તર નીચે ગયા છે. ખેત તલાવડી અને હોજમાં પાણીનો સંગ્રહ થયો છે, ખેત તલાવડી માંથી પાણી મેળવવા માટે 5 હોર્શ પાવરની મોટર માટે કનેક્શન આપવામાં આવશે. આ લાંબા ગળાની યોજના છે, જે સૂક્ષ્મ સિંચાઇ યોજના અંતર્ગત આ કનેક્શન આપવામાં આવશે.ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર માટે મોટી આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.બજેટ 4 ગણું વધાર્યું છે તેનો ફાયદો થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT