ચૂંટણી છે ભાઇ ચૂંટણી છે: એક જ બ્રીજનું ત્રણ વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઉના : ગુજરાતમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. દિવાળી બાદ ચૂંટણી જાહેર થાય તે પહેલા તમામ પક્ષો જશ કમાવાની હોડમાં દોડાદોડી કરી રહ્યા છે. ગુજરાતમાં આ વખતે ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂહુર્ત કરવા માટે ખુદ પીએમ મોદી આવી રહ્યા છે. ચૂંટણી પહેલા મતદારો રિઝવવા માટે રાજકીય પક્ષોના નેતાઓ દોડતા થયા છે.

ગીર સોમનાથમાં લોકો વચ્ચે કુતુહલ
ગીર સોમનાથમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેરાવળ રેલ્વે ફાટક પર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા ઓવરબ્રિજનું એક નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. છેલ્લા 15 દિવસમાં ત્રણ વખત ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા છે.

વેરાવળ રેલવે ફાટકની લાંબી સમયથીમાંગ હતી
સરકાર દ્વારા વેરાવળ રેલ્વે ફાટક પર સરકારે ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો હતો. 32.16 કરોડ રૂપિયાના ખર્ચે બનાવામાં આવી રહેલો આ ઓવરબ્રિજ ખુબ જ મહત્વનો છે. સરકાર દ્વારા ઓવરબ્રિજ મંજૂર કરાયા બાદ છેલ્લા 15 દિવસમાં આ ઓવરબ્રિજનું ત્રણ વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

પીએમ બાદ કોંગ્રેસી ધારાસભ્ય બાદ ભાજપના એમપીએ કર્યું ખાતમુહૂર્ત
સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓવરબ્રિજનું ઈ-ખાતમુહૂર્ત કરાયા બાદ ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા ગઈકાલે આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેથી આઝે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા આ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેથી લોકો વચ્ચે પોતાની ઇમેજ ચમકાવવા માટે નેતાઓ કઇ હદ સુધી જઇ શકે છે તેનું ઉત્તમ ઉતાહરણ આનાથી વિશેષ શું હોઇ શકે.

    follow whatsapp

    ADVERTISEMENT