Government of Gujarat લખેલી ગાડીમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો, ઉઠયા અનેક સવાલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

બનાસકાંઠા : રાજ્યમાં એક તરફ દારૂ બંધી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં અનેક જગ્યાએ સરકારના કર્મચારીઓ જ દારૂબંધીના લીરે લીરા ઉડાવી દેતા હોય છે. આ દરમિયાન હવે દારૂની હેરાફેરી માટે  Government of Gujarat લખેલી ગાડીનો ઉપયોગ થતો કિસ્સો સામે આવ્યો છે. પાલનપુરમાં શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નરની ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સો ઝડપાયા છે.

રાજ્યમાં અનેક જગ્યાએ દારૂ ઝડપાઇ રહ્યો છે. ત્યારે આજે Government of Gujarat લખેલી ગાડીમાં દારૂની હેરાફેરીના આ કિસ્સાથી ભારે હોબાળો મચ્યો છે. ત્યારે આ મામલે અનેક સવાલો પણ ઉઠયા છે. આજે બનાસકાંઠાના પાલનપુરમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીએ રાહદારીને અડફેટે લીધો હતો. ત્યારે અકસ્માત સર્જી નાસી જનાર ગાડીનો પોલીસ પીછો કરતી હતી. આ દરમિયાન તપાસ કરતાં ગાડીમાંથી 11 પેટી વિદેશી દારૂ મળી આવ્યો છે.

શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નરની ગાડી હતી
આ Government of Gujarat લખેલી ગાડી શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નર નારાયણ માધુ છે. તેમની જીજે-18-જીબી-9779 નંબરની કારમાં તેમના ડ્રાઈવર હિતેશ માહેરિયા અને તેના કાકાના દિકરો ભાઈ જગદીશ પરમાર માઉન્ટ આબુથી 10 પેટી વિદેશીદારૂ લઈને ગાંધીનગર આવી રહ્યાં હતા. રાજસ્થાન તરફથી આવી રહેલી કાર પર Government of Gujarat લખેલી કારને અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે ચેક કરી નહી અને જવા દીધી. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીએ રાહદારીને અડફેટે લીધો હતો.અને પોલીસને શંકા જતાં ભાંડો ફૂટ્યો હતો.

ADVERTISEMENT

રાજકોટમાં અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે સામુહિક આત્મવિલોપનનો કર્યો પ્રયાસ , તંત્ર થયું દોડતું

ત્રણ અકસ્માત સર્જ્યા
Government of Gujarat લખેલી ગાડીએ અમીરગઢ ચેકપોસ્ટ પાર કર્યાં બાદ 1 રિક્ષા, 1 રાહદારી અને 1 બાઈકને ટક્કર મારી હતી. ત્યારે આ મામલે પોલીસને ગાડીમાં કંઈ હોવાની શંકા જતાં તાલુકા પોલીસ અને પાલનપુર પૂર્વ પોલીસે પીછો કરી ગોબરી રોડ નજીક આ કારને અટકાવી. જેની તપાસ કરતા કારમાંથી 10 પેટી વિદેશીદારૂ દારૂનો જથ્થો ઝડપાયો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT