યુવરાજસિંહની તપાસ કરનાર PI પોતે જ મોટો કૌભાંડી નિકળ્યો, સરકારને કરોડોનો ચુનો ચોપડ્યાનો આરોપ

ADVERTISEMENT

PI Khant in Yuvrajsinh case investigation officer
PI Khant in Yuvrajsinh case investigation officer
social share
google news

ભાવનગર : સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ગાઝેલો યુવરાજસિંહ ડમીકાંડ-તોડકાંડમાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે અને હાલ તેની તપાસ નિલમબાગ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જો કે આ સમગ્ર કાંડની તપાસ જેને સોંપવામાં આવી છે તે, સર્કલ પીઆઇ અશ્વિન ખાંટ પોતે જ ભ્રષ્ટાચારના કેસમાં લપેટાઇ ગયા છે. એટલે કે ગુજરાત સરકારે બિલાડીને જ દુધની રક્ષા કરવાની જવાબદારી સોંપી હોય તેવો ઘાટ સર્જાયો છે. તપાસનીશ અધિકારી જ ભ્રષ્ટાચારી છે અને તેને સમગ્ર તપાસ સોંપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ ઉપરાંત તેમના બે સાળા સહિત કુલ 6 લોકો વિરુદ્ધ ડમીકાંડ છુપાવવાની આડમાં 1 કરોડથી વધારેનો તોડ કર્યો હોવાના આક્ષેપોની તપાસ થઇ રહી છે. યુવરાજસિંહનો ડમીકાંડ અચાનક તોડકાંડમાં પલટી ગયા બાદ ભાવનગરની સીટ દ્વારા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાંડની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી યુવરાજસિંહના સાળાઓના વિવિધ સંપર્કોમાં મુકેલા 64 લાખ રૂપિયાથી વધારેની રોકડ પણ મળી આવી હતી. જો કે આ સમગ્રકાંડની તપાસ કરી રહેલા તપાસનીશ અધિકારી ખાંટ પોતે જ ભ્રષ્ટાચારના કેસમાં ફસાઇ જતા ચકચાર મચી ગઇ છે.

પોલીસ ઇન્સપેક્ટર અશ્વિન ખાંટ વિરુદ્ધ તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અને ગુનાહિત ષડયંત્રની કલમો હેઠળ કેસ દાખલ થયો છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકના બાજીપુરામાં ક્રશર ચલાવતા વેપારી અબ્દુલ જલીલખાન રહીમખાન પઠાણે વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેમણે આક્ષેપ કર્યો કે, પોતાની માલિકીની જમીનમાં આ પીઆઇ અને તેના મળતીયાઓ દ્વારા નકલી ભાગીદારી બતાવીને ખનન કરવામાં આવ્યું હતું. અહીં રહેલી મશીનરી પણ પોલીસ ઇન્સપેક્ટરે હડપ કરી લીધી હતી. આ ઉપરાંત તેની જમીનમાંથી પણ બિનકાયદેસર ખનન કર્યું હતું. જેના કારણે ન માત્ર તેને પરંતુ સરકારને પણ કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન થયું હતું.

ADVERTISEMENT

આ માટે નકલી દસ્તાવેજ બનાવવા, ખોટી સહીઓ કરવી, વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિત અનેક કૃત્યો હાલના પીઆઇ અને તે સમયના PSI દ્વારા કરવામાં આવ્યા હતા. અશ્વિન ખાંટ સરકારી કર્મચારી હોવા છતા આ પ્રકારના અસામાજિક તત્વોની ન માત્ર મદદ કરી પરંતુ તે લોકોની સાથે ભાગીદારી કરીને જમીન માલિકને કરોડોનું અને સરકારને લાખો રૂપિયાનું નુકસાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના અનુસંધાને હાલ પોલીસ દ્વારા પીઆઇ અશ્વિન ખાંટ ઉપરાંત ફૈજલ સેદ્દીકભાઈ ઝવેરી (રે. લુન્સી કૂઈ રોડ, નવસારી), રમેશ હરજીભાઈ સાંગાણી (રે. નાના વરાછા સુરત), હર્ષલ કિશોરકુમાર ભાલાળા (બારડોલી, જિ. સુરત), જયેશ મણીભાઈ પટેલ (શાહપુર, તા. બરવાળા, જિ. બોટાદ), જયદિપસિંહ જયંતસિંહ પરમાર (ધાણી તા. ડોલવણ જિ. તાપી) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આદરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT