Gandhinagar માં નાયબ સચિવના PA ની હત્યાનો ભેદ ઉકેલાયો, યુવતી બાબતે માથાકુટ થઇ અને…

ADVERTISEMENT

Rohit sisara Murder case
Rohit sisara Murder case
social share
google news

ગાંધીનગર : ગાંધીનગરમાં રહેતા એક યુવકની લાશ જાસપુર કેનાલમાંથી ગળે અને માથાના ભાગે દોરડુ બાંધેલી હાલતમાં મળી આવી હતી. જેના પગલે પોલીસ દ્વારા સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. ક્રાઇમબ્રાંચને આ હત્યાની તપાસ સોંપવામાં આવી હતી. લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા સમગ્ર મામલાને ઉકેલી નાખવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક યુવક ગાંધીનગરના નવા સચિવાલયમાં મહિલા અને બાળકલ્યાણ વિભાગના નાયબ સચિવના અંગત મદદનીશ (પી.એ) તરીકે કામ કરતો હતો. તે અચાનક ગુમ થઇ જતા પોલીસ પણ દોડતી થઇ હતી. જો કે હવે સમગ્ર મામલે ભેદઉકેલાઇ ગયો છે.

યુવકની બહેન દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવાઇ

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં સેક્ટર 6માં રહેતા રોહિત છગનભાઇ સીસારા (ઉ.વ 24) નામનો યુવક થોડા દિવસ અગાઉ પોતાના ઘરેથી ગુમ થઇ ગયો હતો. જેના પગલે તેની બહેન દક્ષાબેન છગનભાઇ સીસારા દ્વારા સેક્ટર 07 પોલીસ સ્ટેશનમાં પોતાનો ભાઇ ગુમ થયો હોવાની જાણવાજોગ અરજી કરવામાં આવી હતી.

યુવકનો મૃતદેહ કલોક વિસ્તારની કેનાલમાંથી મળી આવ્યો

જો કે ગુમ થયેલા યુવકનો મૃતદેહ કલોલ વિસ્તારમાં આવેલી ગણપતપુરા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના પગ અને ગળાના ભાગે દોરડા બાંધેલા હતા. જેથી પ્રાથમિક દ્રષ્ટીએ જ યુવકની હત્યા થઇ હોવાનું લાગી રહ્યું હતું. જેથી પોલીસ દ્વારા મૃતક યુવાનના રહેવાના સ્થળ તથા નોકરીના સ્થળ પર તપાસ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

નાયબ સચિવનો પીએ હોવાથી સમગ્ર મામલો હાઇપ્રોફાઇલ બન્યો હતો

યુવકના ટેક્નીકલ સર્વેલન્સ અને તેની મુવમેન્ટની ઉંડી તપાસ કરતા સમગ્ર હત્યા પરથી પરદો ઉચકાયો હતો. પોલીસને એક ચોંકાવનારા CCTV મળ્યા હતા. જેમાં સાંજ સમયે એક સફેદ કલરની હુન્ડાઇ વર્ના ગાડીમાં બે ઇસમો મૃતક યુવકનું અપહરણ કરીને લઇ જતા જોઇ શકાય છે. ગાડીના આધારે તપાસ ચાલુ કરી હતી. તપાસમાં (1) રાજવિક્રમસિંહ પોપટજી ચૌહાણ (ઉ.વ 38) રહે. વાઘજીપુર, ખેડા તથા ધવલજીવણભાઇ રાઠોડ (ઉ.વ 26) રહે.શીતવાડા,જી. સાંબરકાંઠાને રાઉન્ડ અપ કર્યા હતા. બંન્નેની પુછપરછમાં સમગ્ર હત્યાકાંડ પરથી પરદો ઉચકાઇ ગયો હતો.

એક જ યુવતીના બે પ્રેમીઓ વચ્ચે લોહિયાળ જંગ

મૃત્યુ પામનાર યુવક રોહિત સીસારા એક યુવતીના નિયમિત સંપર્કમાં હતો. તે જ યુવતીના સંપર્કમાં રાજવિક્રમસિંહ પણ સંપર્કમાં હતો. જેથી યુવતી બાબતે બંન્ને વચ્ચે અગાઉ પણ રકઝક થઇ હતી. જો કે યુવતી બાબતે બંન્ને વચ્ચે 20 તારીખે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેથી રાજવિક્રમસિંહ પોપટજી ચૌહાણી મૃતક રોહિત સીસારાનું અપહરણ કરી તેની હત્યા કરીને મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT