વરસાદને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મેઘરાજા થોડા દિવસના આરામ બાદ આજે ફરી એક વખત એક્શનમાં આવ્યા છે. રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ થયો છે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે અને આવતી કાલે વરસાદ ફરી ગુજરાત પર તૂટી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે હવામાન વિભાગના અનુમાન મુજબ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે.

વરસાદની પ્રથમ ઇનિંગમાં જ રાજ્યના જળાશયોમાં નવાનીરની આવક શરૂ થઈ હતી ત્યારે વરસાદની બીજી ઇનિંગમાં પણ જળાશયોમાં નવા નીરની આવક થશે. આ સાથે જ વરસાદને પગલે ખેડૂત ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે આજે 8 જુલાઈ માટે નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી ક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આવતી કાલે અહી વરસાદ તૂટી પડશે
એક તરફ ચોમાસાની સિઝનમાં પહેલા વરસાદમાં જ નદી છલકાવા લાગી હતી. ત્યારે હવે વરસાદની બીજી ઇનિંગ શરૂ થઈ ચુકી છે. જેમાં આવતી કાલે રવિવારે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છ, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT