અજય માતાના દર્શન વગર અંબાજી દર્શનનું ફળ જ પ્રાપ્ત નથી થતું, જાણો માહિતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

શક્તિસિંહ રાજપુત/અંબાજી : જો ભાદરવા મહિનામાં અંબાજી દર્શન માટે જઇ રહ્યા છો તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે. અંબાજી તમે ગમે તેટલી વખત ગયા હો પરંતુ જો આ માતાજીના દર્શન નથી કર્યા તો તમને દર્શન કરવાનું ફળ ક્યારે પણ પ્રાપ્ત નહી થાય. અંબાજી માતાના દર્શન કર્યા બાદ અથવા પહેલા આ માતાજીના દર્શન કર્યા બાદ જ અંબાજી જવાનું પુન્ય પ્રાપ્ત થાય છે. જો કે આ અંગે ખુબ જ ઓછા લોકોને ખબર છે અને તેના કારણે અહીં લગભગ બહુ ઓછા લોકો જાય છે. તેના કારણે જ આ મંદિર પણ પ્રમાણમાં ખુબ જ ઓછુ પ્રખ્યાત છે.

અહીં દર્શન કર્યા વગર તમારા અંબેમાતાના દર્શન અધુરા
આ અંગે અંબાજી મંદિરના મુખ્ય પંડિતજીએ જણાવ્યું કે, “અંબાજીમાં માતાજીના દર્શન કર્યાં બાદ અજય માતાના દર્શન કરો તો સંપૂર્ણ દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે. અંબે માતાના મોટાબેન અજય માતાનું મંદિરનો આજે પાટોત્સવ પ્રસંગે અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.” શક્તિ , ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે, અંબાજી 51 શક્તિપીઠમાં આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. આ ધામમાં અંબાનું પ્રાચીન મંદિર આવેલું છે.

આ મંદિર અંગે ખુબ ઓછા લોકોને માહિતી
જો કે અંબાજી માતાના મોટા બહેન તેવા અજય માતાનું મંદિર પણ અહીં આવેલું છે, ઘણા ઓછા લોકોને ખબર હશે કે, અજય માતા અંબે માતાના મોટાબેન તરીકે પૂજાય છે. અંબાજી મંદિરના માન સરોવર પાસે અજય માતાનું મંદિર આવેલું છે. આ મંદિર મા આજે પાટોત્સવ પ્રસંગે અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. મંદિર પર ધજા ચઢાવવામાં આવી હતી. અન્નકુટ આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ADVERTISEMENT

શું છે અજય માતાનું ધાર્મિક મહાત્મય
ભગવાન રામે રાવણ નો વધ કરવા અજયબાણ પણ અજય માતા પાસે મેળવ્યું હતું તેવુ પુરાણો માં ઉલ્લેખ થયેલો છે. અજય માતાના મંદિર ખાતે પૂજા અર્ચના અને હવન નો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું મંદિર છે. જો કે તે અંગે ખુબ જ ઓછા લોકોને માહિતી છે. જેથી અંબાજી ટ્રસ્ટ દ્વારા પણ હવે આ મંદિરને ડેવલપ કરવાની સાથે સાથે આ અંગે લોકોને માહિતી આપવાની પણ શરૂઆત કરવામાં આવી છે. જેથી મહત્તમ લોકો આ મંદિરના દર્શનનો લાભ થઇ શકે.

    follow whatsapp

    ADVERTISEMENT