બિપોરજોય ચક્રવાતના એલર્ટ વચ્ચે સિંહ પરિવાર પહોંચ્યો દરિયાકાંઠે, વીડિયો થયો વાયરલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલી: સિંહોને ગીરનું ઘરેણું ગણવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લામાં જંગલ વિસ્તાર ઉપરાંત રહેણાંક વિસ્તાર સિંહોના આંટાફેરા હવે સામાન્ય બન્યા છે. ઘણી વખત સિંહોની પજવણી તો ઘણી વખત સિંહો ગામમાં લટાર મારતા CCTV માં કેદ થઈ ચૂક્યા છે. આ દરમિયાન હવે વધુ એક વિડીયો વાયરલ થયો છે. એક તરફ દરિયા કિનારે બિપોરજોય ચક્રવાતને લઈ એલર્ટ છે. ત્યારે બીજી તરફ વાવાઝોડાની દહેશત વચ્ચે દરિયા કાંઠે સિંહ પરિવાર પહોચ્યો છે. રાજુલાના કોવાયા નજીક દરિયા ખાડી નજીક 5 સિંહો નો વીડિયો વાયરલ થયો છે.

એક તરફ ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય ચક્રવાતનું સંકટ છે. બિપોરજોયની અસર પણ શરૂ થઈ ચૂકી છે. આદરમિયાન દરિયાકાંઠે આવેલા રાજુલાના કોવાયા નજીક દરિયા ખાડી પાસે 5 સિંહો લટાર મારતા કેમેરામાં કેદ થયા છે. એક તરફ વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ છે. બીજી તરફ સિંહોને દરિયાઈ વિસ્તાર નજીક દેખા દેતા વનતંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. દેશની આન બાન અને શાન ગણાતા એશિયાન્ટીક સિંહો દરિયા કાંઠે પહોંચેતા સિંહપ્રેમીઓ ચિંતામાં મુકાયા છે. એક તરફ બિપોરજોયની અસર શરૂ થઈ છે. ત્યારે એક સાથે પાંચ સિંહો દરિયાકાંઠે પહોંચતા સિંહ પરિવાર પર ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે.

જુઓ વીડિયો

ADVERTISEMENT

અમરેલી જિલ્લાના સોશિયલ મીડિયામાં દરિયા કાંઠે પહોંચેલા સિંહ પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં વનવિભાગ સામે રોષ જોવા મળ્યો છે. એક તરફ અનેક વખત સિંહો અંગે વનવિભાગ પર સવાલો ઉઠી ચૂક્યા છે. ત્યારે તંત્ર પર ફરી એક વખત સવાલો ઉઠયા છે. સિંહ પરિવાર પર જીવનું જોખમ છે. ત્યારે હવે વનતંત્ર શું પગલાં લે છે. તેના પર સૌની નજર છે.

 

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી )

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT