વાવાઝોડાની અસર વધતા દરિયો બન્યો ગાંડોતૂર, આ બંદરો પર લગાવાયા 4 નંબરના સિગ્નલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: હવામાન વિભાગના અનુમાન મુજબ બિપોરજોય વાવાઝોડાએ દિશા બદલી છે. વાવાઝડો હવે ગુજરાતના દરિયામાં ટકરાશે તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે. IMD સહિતની તમામ વેબસાઈટો પર કચ્છ-સૌરાષ્ટ્રમાંથી વાવાઝોડું પસાર થાય તેવા સંકેત મળ્યા છે. ત્યારે મુખ્યમંત્રીએ તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવી હતી. ત્યારે કચ્છના માંડવી તરફ આગળ વધી રહેલા વાવાઝોડાને લઈને રાજ્યના મોરબીના નવલખી, પોરબંદર અને ઓખા બંદરે લગાવાયા 4 નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધી ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્લન લગાવાયુ હતુ. ત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી આજે રોજ સવારે 10:00 કલાકે મળેલી પોર્ટ ચેતવણી મુજબ કેટલાક બંદર પર 4 નંબર વોર્નિંગ સિગ્નલ લગાવાયું છે. મોરબીના નવલખી બંદર, પોરબંદરના બંદર અને ઓખા બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

અતિ ભારે વરસાદની આગાહી
વાવાઝોડાની ગતિ તેજ થઈ છે. હવે 9 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા પોરબંદર,જામનગર ,જૂનાગઢ ,મોરબી અને રાજકોટમાં તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરેવામાં આવી છે.

ADVERTISEMENT

પોરબંદરનો દરિયો ગાંડોતૂર બન્યો
બીપોરજાઈ નામનુ વાવાઝોડુ પોરબંદરથી હવે 300 કિમિ દુર છે ત્યારે તેમની અસર પોરબંદરના દરિયામા જોવા મળી રહી છે અને 20 મીટર ઉચા મોજા ઉછળી રહયા છે દરીયો તોફાની બન્યો છે જેને પગલે જીલ્લાનુ વહિવટી તંત્ર સર્તક બની ગયુ છે પોરબંદર જીલ્લામા પવનની ગતિમા વધારો થયો છે સાથે સવારના સમયે કેટલાક વિસ્તારોમા વરસાદ પણ પડયો છે. પોરબંદરના બંદર પર 4 નંબરનુ સિગ્નલ લગાડી દેવામા આવ્યુ છે તો બીજી તરફ દરિયો પણ તોફાની બન્યો છે. એનડીઆરએફની એક ટીમ પણ પોરબંદર તૈનાત કરી દેવામા આવી છે.

વાવાઝોડાની સ્થિતિને જોતા હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકિનારાને યલો એલર્ટ આપ્યું છે. છેલ્લા 52 કલાકથી વાવાઝોડું સતત ગુજરાત તરફ ફેટાઇ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, 14થી 15 જૂનની વચ્ચે વાવાઝોડું જખૌ-નલિયા તરફ પહોંચવાના સંકેત છે. માંડવી તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ત્યારે કચ્છના કંડલા બંદર પર 4 નંબરનો સિગ્નલ લગાવાયું છે. કચ્છ અને સૌરાષ્ટ્ર દરિયાકાંઠે એલર્ટ જાહેર કરાયુ

ADVERTISEMENT

વિથ ઈનપુટ: જીતેશ ચૈાહાણ/પોરબંદર, કૌશિક કાંઠેચા/ કચ્છ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT