ચાઇનીઝ દોરી મુદ્દે સરકારના લચરવલણથી હાઇકોર્ટ નારાજ
અમદાવાદ : ઉતરાયણ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં નવા વર્ષની શરૂઆતમાં જ ચાઇનિઝ મોતના કારણે ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. જેના…
ADVERTISEMENT
અમદાવાદ : ઉતરાયણ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં નવા વર્ષની શરૂઆતમાં જ ચાઇનિઝ મોતના કારણે ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. જેના પગલે સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે લોકોનું સાંભળનારુ હવે કોઇ નથી, જ્યારે હાઇકોર્ટનું પણ સરકાર હવે સાંભળતી ન હોય તેવું લાગી રહ્યું છે. ઢોરના મુદ્દે હાઇકોર્ટ વારંવાર ટકોર છતા સરકાર પોતાની મસ્તીમાં જ છે. સમય આવ્યે હાઇકોર્ટને રૂડુ મનાવવા માટે માત્ર જવાબ રજુ કરે છે.
પ્રતિબંધ છતા પણ શહેરોમાં દોરી અને તુક્કલનું ધુમ વેચાણ
પ્રતિબંધ હોવા છતાં અનેક શહેરોમા ચાઈનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું ધુમ વેચાણ થાય છે. દરે ચાર રસ્તે આ વસ્તુ વેચાય છે. જો કે આપણી સરકાર અને પોલીસ એટલી માસુમ છે કે તેને ખબર નથી હોતી. કોઇ મોટી દુર્ઘટના બને તો 5-10 ફીરકી હોય તેવા નાના લારી ગલ્લા વાળાને ઝડપીને વાહવાહી લુંટવા મથે છે. જો કે શહેરોમાં અકસ્માતની ઘટનાઓ સામે આવે ત્યારે જ આ કાર્યવાહી થતી હોય છે.
હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
જો કે હાઇકોર્ટે ચાઇનીઝ દોરી બાબતે પણ આકરૂ વલણ અખતિયાર કરતા ઘાતક દોરીના કારણે નાગરિકોનો મૃત્યુ થાય કે તેમને ઈજા થાય તે ચલાવી લેવાશે નહીં તેવી ટકોર કરી હતી. આજે ચાઈનીઝ દોરી અને કાચવાળી દોરી મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે સુનાવણી દરમિયાન હાઈકોર્ટેમાં રાજ્ય સરકારે જે સોંગદનામું રજૂ કર્યુ હતું. કોઈ વિગત ન હોવાથી ઝાટકણી કાઢી છે.
ADVERTISEMENT
કાલે સરકારને વ્યવસ્થીત જવાબ રજુ કરવા કોર્ટનો આદેશ
આજે ચાઈનીઝ દોરી અને કાચવાળી દોરી મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. સરકારે જે સોંગદનામું રજૂ કર્યુ તેમાં કોઈ વિગત ન હોવાથી સરકારે સંતોષજનક સોંગદનામું રજૂ કર્યું ન હતું. સરકારે કયા પગલા ભર્યા તેની વિગત ન હોવાથી હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ગૃહ વિભાગને નવેસરથી સોંગદનામું દાખલ કરવા અને મીડિયામાં જાગૃતિ ફેલાવવા અંગે સરકારને હાઇકોર્ટે આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ગુજરાત સરકાર ફરી નવું સોંગદનામું રજુ કરશે. સુનાવણી આગળ વધશે.
ADVERTISEMENT