ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઈ અર્જન્ટ સર્ક્યુલેશનની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને સતત નવા નવા વિવાદ સામે આવી રહ્યા છે. એક તરફ રાજકીય રંગ લાગ્યો છે. ત્યારે બીજી તરફ આજે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે કરવામાં આવેલી અર્જન્ટ સર્ક્યુલેશનની માગ ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. જેમાં અરજદારે દરબાર પહેલા યોગ્ય સૂચનાઓ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી .

ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસને લઈ એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. પહેલા ચેલેન્જ ત્યારબાદ ભાજપ કોંગ્રેસ આમનેસામને અને હવે હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં હેટ સ્પીચ અને સામાજિક વૈમનસ્ય ન ફેલાય તે ધ્યાને રાખવા અરજીમાં માગ કરવામાં આવી હતી. અરજદારે વિવિધ વિભાગોને લેખિત રજૂઆત કર્યા બાદ પણ કોઈ જવાબ ન મળ્યો હોવાની કોર્ટને માહિતી આપી હતી.અરજી આપ્યા છતાં પણ સંબધિત વિભાગો દ્વારા જરૂરી નોટીફિકેશન પણ કાઢ્યુ ન હોવાની અરજદારે રજૂઆત કરી હતી. જો કોઈ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય તો સુઓમોટોનું વિકલ્પ ખુલ્લો હોવાની રાજ્ય સરકારે રજુઆત કરી હતી. તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સરકારે કોર્ટમાં બાંહેધરી આપી હતી.

ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરત, અમદાવાદ અને રાજકોટમાં દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસને લઈ અર્જન્ટ સર્ક્યુલેશનની માગ હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટેમાં કરવામાં આવેલ આ અરજી હાઇકોર્ટે ફગાવી છે. જેમાં હેટ સ્પીચ અને સામાજિક વૈમનસ્ય ન ફેલાય તે ધ્યાને રાખવા અરજી કરવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT