સરકારે ઓગસ્ટ માસમાં પાણીમાંથી ઊભા કર્યા રૂ 7,840 લાખ રૂપિયા!!!
અમદાવાદ: દક્ષિણ ગુજરાતની જીવાદોરી તાપી નદી પર કાર્યરત ઉકાઈ બંધ જળાયશયને આ વર્ષે 50 વર્ષ પુર્ણ થયા છે. આઝાદીના અમૃત કાળમાં ઉકાઈ ડેમના 50 વર્ષ…
ADVERTISEMENT
અમદાવાદ: દક્ષિણ ગુજરાતની જીવાદોરી તાપી નદી પર કાર્યરત ઉકાઈ બંધ જળાયશયને આ વર્ષે 50 વર્ષ પુર્ણ થયા છે. આઝાદીના અમૃત કાળમાં ઉકાઈ ડેમના 50 વર્ષ પૂર્ણતાના અવસરે અદ્વિતીય સિદ્ધિ હાંસલ થઈ છે. ઓગસ્ટ માસમાં ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા માસિક 224 મિલિયન યુનિટનુ રેકોર્ડ બ્રેક વીજ ઉત્પાદન કરવામાં આવ્યું છે.
આ યોજનામાંથી સિંચાઈ, ઘરગથ્થુ તથા ઔદ્યોગિક વપરાશ માટે પાણી આપવામાં આવે છે. ઉપરાંત આ યોજનામાં મુખ્ય બંધ પર કુલ 300 મેગાવોટના હાઈડ્રો પાવર તથા જમણા કાંઠા નહેરના હેડ રેગ્યુલેટર પર કુલ 5 મેગાવોટ હાઈડ્રો પાવર યુનિટનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ યુનિટોનું સંચાલન વીજ વિભાગ દ્વારા સિંચાઈ વિભાગના સંકલનમાં કરવામાં આવે છે. ચાલુ વર્ષે ચોમાસામાં સિંચાઈ અને વીજ વિભાગ દ્વારા મહત્તમ હાઈડ્રો પાવર ઉત્પાદન માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. વીજ વિભાગ દ્વારા પણ તમામ ચારેય યુનિટની મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી.આ વર્ષના ચોમાસામાં ઉપરવાસમાં વરસાદ થવાની સાથે જ હાઈડ્રો પાવર યુનિટો ચાલુ કરી વીજ ઉત્પાદન ચાલુ કરી દેવામાં આવ્યું છે.
સિંચાઈ વિભાગના પર વધુમાં વધુ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદનની સાથે સાથે પુર નિયંત્રણ તથા સુરત શહેરને પુરના પાણીથી કોઈ જ નુકસાન ન થાય તે માટે ઉકાઈ બંધમાંથી 2 લાખ ક્યુસેક્સ કરતાં વધુ પાણી નહીં છોડવાની જવાબદારી હતી, તથા ડેમના રૂલ લેવલ પણ જાળવવાના થતાં હતાં. ચાલુ ચોમાસામાં તાપી નદીના કેચમેન્ટમાં ઉકાઈ બંધના ઉપરવાસમાં નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. ઉકાઈ બંધમાં ઈન્ફ્લો 3,60,000 ક્યુસેક કરતાં વધુ હોવા છતાં ઉકાઈ બંધની હેઠવાસમાં આઉટ ફ્લો 1,85,000 ક્યુસેક્સ સુધી મર્યાદિત રાખી પુર વ્યવસ્થાપનની ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. જેથી ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટો દ્વારા ઓગસ્ટ-2022માં 224 મિલિયન યુનિટ હાયડ્રો પાવરનું મહત્તમ ઉત્પાદન કરેલ છે.
ADVERTISEMENT
ઉકાઈ બંધના બાંધકામ બાદ એટલે કે છેલ્લા પચાસ વર્ષમાં એક રેકોર્ડ બનાવ્યો છે. ચાલુ વર્ષે દેશ આઝાદીના 75 વર્ષની પૂર્ણતાના અવસરે “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ અમૃત્ત વર્ષે આ એક રેકોર્ડ નોંધાયો છે. અગાઉ ઓગસ્ટ 2013 માં મહત્તમ 221.267 મિલિયન યુનિટ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદન કરાયું હતું. આમ, સિંચાઈ વિભાગ અને વીજ વિભાગના વહીવટી સંકલન અને કુશળતાના પરિણામ સ્વરૂપ આ રેકર્ડ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદન થયું છે.
ઓગસ્ટ 2022માં વીજ ઉત્પાદનની વાત કરવામાં આવે તો અંદાજે 224 મિલિયન યુનિટ થયું છે જેને 3.50 રૂપિયા દીઠ ગણવામાં આવે તો એક જ માસમાં રૂ. 7840 લાખની વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જ્યારે ચાલુ ચોમાસા દરમ્યાન કુલ હાયડ્રો પાવર વીજ ઉત્પાદન 318.38 મિલિયન યુનિટ થયું છે જેની અંદાજિત રકમ રૂ. 11143 લાખ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT