તાલીબાની સજા આપતા વાયરલ વિડીયોની હકીકત આવી સામે, પ્રેમપ્રકરણ ન હતું કારણ
હેતાલી શાહ, નડિયાદ: સોશિયલ મીડિયા પર એક તાલીબાની સજા આપતો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો બોરસદ તાલુકાના બદલપુર ગામે પ્રેમની શંકામાં તાલિબાની સજા કરવામાં…
ADVERTISEMENT
હેતાલી શાહ, નડિયાદ: સોશિયલ મીડિયા પર એક તાલીબાની સજા આપતો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો બોરસદ તાલુકાના બદલપુર ગામે પ્રેમની શંકામાં તાલિબાની સજા કરવામાં આવી હોવાનુ ચર્ચાઈ રહ્યુ હતુ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની ગંભીરતાને જોતા વીરસદ પોલીસ હરકતમાં આવી.સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ પણ કરી લીધી.ઘટના પ્રેમ પ્રકરણ નહીં પરંતુ પૈસાની લેતીદેતી મામલે ઘટી હતી.
સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે, તેવામાં યુવકને તાલીબાની સજા અપાઈ હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયો ખંભાત તાલુકાના બદલપુરનો હોવાનું જણાવાઈ રહ્યું હતુ જેને લઇને વીરસદ પોલીસે સમગ્ર વાયરલ વિડીયો બાબતે તપાસ આરંભી હતી, દરમિયાન પોલીસે પીડિત યુવક કે જે ખંભાત તાલુકાના હરિપુરા ગામે રહેતા મેઘરાજસિંહ પ્રતાપસિંહ પરમાર હોવાનું સામે આવતા પોલીસે પીડિત યુવકની શોધખોળ હાથ ધરી હતી. અને આ ઘટના પાછળનું સત્ય હકીકત જાણવા માટે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં યુવકને એક ઝાડ સાથે દોરડાથી બાંધી દઈને લાકડીથી તેમજ લાફાનો અને ગડદાપાટુનો માર મારવામા આવી રહ્યો હતો. આ વાયરલ વિડીયો સાથે જ એવું પણ ચર્ચા રહ્યું હતું કે બદલપુરની યુવતી સાથે યુવકને પ્રેમસંબંધની શંકાના આધારે પરમ દિવસે સાંજના સુમારે યુવક યુવતીને મળવા માટે આવ્યો હોય અને યુવતીના પરિવારજનોને ખબર પડી જતાં તેને પકડી લીધો હતો. યુવકને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો દરમિયાન કોઈ આ વિડીયો ઉતારતા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી હતી.
ADVERTISEMENT
પાંચ આરોપીની કરી ધરપકડ
વાઇરલ વીડિયોમાં યુવકને ઝાડ સાથે બાંધેલી હાલતમાં એક વૃધ્ધ યુવકના વાળ પકડીને માર મારતાં નજરે પડતા હતા. તેની આસપાસ અન્ય યુવકોનું ટોળું પણ જમા થયેલું જોવા મળી રહ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ખંભાતના એએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હરિપુરા રહેતા પીડિત યુવક મેઘરાજ પરમારને પોલીસ મથકે બોલાવી તેને બોલાવી તેને આપેલ તાલીબાની ઘટના અંગેની ફરિયાદ લીધી હતી. વિરસદ પોલીસે ગણતરીએ કલાકોમાં પાંચ આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથધરી છે. આ અંગે વિરસદ પોલીસે વિજય ઘનશ્યામ પરમાર,ઘનશ્યામ રાયસિંહ પરમાર, કેતન ઘનશ્યામ પરમાર, મુકેશ રાયસિંહ પરમાર, કમલેશ ભુદર પ્રજાપતિ,રાહુલ કમલેશ પ્રજાપતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હતી આ ઘટના
પોલીસે પીડિત મેઘરાજનું નિવેદન નોંધ્યું હતું જેમાં મેઘરાજે જણાવ્યું કે તે લોકોના ઘરે લગ્ન પ્રસંગ હતો. બદલપુરના વિજયભાઈ મંડપવાળાને 1500 રૂપિયામાં મંડપ બાંધવાનું કામ સોંપ્યું હતુ. પ્રસંગ પત્યા બાદ વિજયભાઈએ રૂ 5,000ની વાત કરતા બંને વચ્ચે રકઝક થઈ હતી અને બાદમાં 3500 આપવાનુ જણાવ્યું હતું. અને બાકી પૈસાને લઈને છેલ્લા કેટલાક સમયથી બન્ને વચ્ચે તકરાર ચાલી રહી હતી. આ દરમ્યાન બે દિવસ પહેલા સાંજના સુમારે મેઘરાજ દુધ ભરવા માટે ગયો હતો જ્યાં વિજયભાઈ મંડપવાળા અને તેમના ઘરના સભ્યોએ તેને પકડીને પ્રેમપ્રકરણનું રૂપ આપીને ઝાડ સાથે બાંધી દીધો હતો. ત્યારબાદ તેને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ પોતાના મોબાઈલમાં ઉતારી લીઘો હતો અને તે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT