કોર્ટે સરકારની ઝાટકણી કાઢી, 3 હજાર રૂપિયામાં કંઇ જ ન થાય વળતર વધારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : દિવાળીના તહેવાર સમયે મોરબીનો ઝુલતો પુલ પટકાયો અને સરકારની શાખ પણ તેની સાથે પટકાઇ હતી. કુલ 135 માસુમ લોકો બેદરકારીનો ભોગ બન્યા અને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અંગે આજે હાઇકોર્ટે સુઓમોટો લીધો અને સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટે વળતર મુદ્દે અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત સરકારની મંશા અંગે પણ સવાલો ઉઠ્યા હતા. કોર્ટે કહ્યું કે, મૃતકો 30 થી 40 વર્ષની ઉંમરના ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. શક્ય છે કે ઘરના તેઓ એક માત્ર કમાનાર સભ્ય હોય. તેવામાં સરકારે ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા વળતરના ચુકવવા જોઇએ.

મૃતકોની જ્ઞાતી લખવાનો શું તાત્પર્ય છે
કોર્ટે મૃતકોના જાતીનો ઉલ્લેખ કર્યો તે અંગે પણ કોર્ટે લાલઆંખ કરી હતી. મૃતકની જ્ઞાતી લખવાની શું જરૂર હતી તેવો વેધક સવાલ પણ કર્યો હતો. માતા-પિતા ગુજરી ગયા હોય તેવા બાળકોને પ્રતિમહિને 3 હજાર રૂપિયાનું વળતર સરકાર ચુકવશે. હાઇકોર્ટે કહ્યું કે, હાલમાં 3000 રૂપિયામાં યુનિફોર્મ અને પુસ્તકો પણ નહી ચુકવાય. વળતર પુરતુ નથી.

કોર્ટે અગાઉ જ સુઓમોટો લઇને સરકારની મંશાની ઝાટકણી કાઢી હતી
સુઓમોટો સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારને મહત્વનો હુકમ કર્યો હતો. રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરવા માટે પણ સરકારને આદેશ આપ્યો હતો. આ તમામના ફિટનેસ સર્ટિફિકેટ કોર્ટને જ આપવા માટે અપીલ કરી હતી. કોઇ બ્રિજમાં ખામી સર્જાયેલી હોય તે તેનું તત્કાલ સમારકામ કરવાનો પણ આદેશ આપ્યો હતો. આ ઉપરાંત જો ઘાયલ થનારને વિશેષ સારવારની જરૂર હોય તો સારી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવે. આ ઉપરાંત ઓરેવા કંપનીના સંચાલકો સામે શું પગલા લેવાયા તે અંગે પણ પુછ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT