MORBI કાંડના કથિત આરોપીઓના જામીન નામંજૂર
મોરબી : ચૂંટણી પહેલા સમગ્ર ગુજરાતને અચાનક ખળભળાટ મચાવતો કાંડ મોરબી કાંડમાં તમામ આરોપીના જામીન કોર્ટ દ્વારા નામંજૂર કરી દેવામાં આવ્યા છે. મોરબીના ઝુલતા પુલની…
ADVERTISEMENT
મોરબી : ચૂંટણી પહેલા સમગ્ર ગુજરાતને અચાનક ખળભળાટ મચાવતો કાંડ મોરબી કાંડમાં તમામ આરોપીના જામીન કોર્ટ દ્વારા નામંજૂર કરી દેવામાં આવ્યા છે. મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં એફએસએલનો રિપોર્ટ આવ્યાના બીજા દિવસે જ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ઓરેવા કંપનીના મેનેજર સહિત કુલ 8 આરોપીઓના જામીન નામંજૂર
કેસની સુનાવણી દરમિયાન ઓરેવા કંપનીના મેનેજર સહિતના 8 આરોપીઓના જામીન કોર્ટે ફગાવ્યા હતા. 135 લોકોનાં ભોગ લેનારા આ મોરબીકાંડમાં કોર્ટ પહેલાથી જ આકરા પગલા ઉઠાવી રહી છે. સરકાર પર ઢાંકપીછોડાના આરોપો લાગી રહ્યા છે. આ મુદ્દે રાજનીતિ પણ ભરપુર થઇ રહી છે.
ઓરેવા ગ્રુપના માલિક વિરુદ્ધ લોકોમાં રોષ
મોરબી પુલની સંચાલનની જવાબદારી જે ઓરેવા ગ્રુપને સોંપાઇ હતી તેના માલિક વિરુદ્ધ પણ આક્ષેપો થઇ રહ્યા છે. તેવામાં ઝડપાયેલા મેનેજર, સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકોની જામીન કોર્ટે ફગાવ્યા હતા. હાલ તો જ્યુડિશિયલ કસ્ટડી પુર્ણ થઇ જતા તમામને જેલ મોકલી આપવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT