પોતાની જ પત્ની પર મિત્ર પાસે દુષ્કર્મ કરાવનાર પતિ સહિત બે આરોપીઓને કોર્ટે ફટકારી 10 વર્ષની કેદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહઃ ખેડા, જિલ્લામાં આવેલા કપડવંજ પોલીસ મથકે થોડા સમય અગાઉ મિત્ર સાથે મળી પોતાની પત્ની પર જ બળાત્કાર કરાયો હોવાનો કેસ નોંધાયો હતો.જેમા નરાધમે પોતાની પ્રથમ પત્નીથી સંતાન ન થતાં બીજા લગ્ન કર્યા હતા.બાદમાં પોતાની બીજી પત્નીને મિત્રના ઘરે લઈ જઈ મિત્રને તેના ઉપર દુષ્કર્મ આચરવા કહ્યું હતું.પત્નીએ વિરોધ કરતા તે બૂમો ન પાડે તે માટે પતિ પોતાની જ પત્નીનું મોઢું દબાવી રાખ્યું હતું.દુષ્કર્મને કારણે ગર્ભ રહ્યા બાદ આ મામલે કપડવંજ પોલીસ મથકે પહોંચ્યો.જે કેસમા આરોપી પતિ ભગવાન કલાજી પરમાર અને તેના મિત્ર રવિન્દ્રકુમાર ઉર્ફે રવિ દલપતસિંહ ઝાલાને ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જે કેસ કપડવંજ સેશન કોર્ટમાં જતા કોર્ટે બંને આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે.

એક પત્ની હોવા છતાં નરાધમે કર્યા બીજા લગ્ન
વર્ષ 2019મા કપડવંજ પંથકમાં એક કેસના કારણે ખૂબ ચકચાર મચી હતી.આ કેસની માહિતી પર નજર કરીએ તો,કપડવંજ તાલુકાના રતનપુરમાં રહેતાં ભગવાન કલાજી પરમારના લગ્ન થયા બાદ તેને સંતાન ન હોવાથી પ્રથમ પત્નીની હયાતી હોવા છતાં તેણે બીજા લગ્ન કર્યા હતા.ત્યારબાદ આરોપી ભગવાન પરમારે પોતાના જ કઠલાલમાં રહેતા મિત્ર એવા રવીન્દ્રકુમાર ઉર્ફે રવિ દલપતસિંહ ઝાલા પાસે 26 મે 2019 ના રોજ પત્ની પર દુષ્કર્મ કરાવ્યું હતું.

પોતાની જ પત્ની પર દુષ્કર્મ આચરાવ્યું
પહેલાથી જ નક્કી કર્યા પ્રમાણે ભગવાન પરમાર પોતાની પત્નીને લઈને મિત્ર રવિના ઘરે ગયો હતો. તેણે રવિને પત્ની સાથે સંબંધ બાંધવા જણાવ્યું હતું.જેથી રવીએ ભગવાનની પત્ની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે વિરોધ કરનાર પત્ની બૂમો ન પાડે તે માટે પત્નીનું મોઢું ભગવાન પરમારે દબાવી રાખ્યું હતું. રવિના ઘરે દુષ્કર્મ આચર્યા બાદ રવિ કહે તેમ કરવા માટે ભગવાન પરમારે બીજી પત્નીને મજબૂર કરી હતી. ત્યારબાદ વારંવાર બંને આરોપીઓએ ભેગા મળી લવારપુરા ગામે તેમજ કાલેતર ગામે દુષ્કર્મ આચરતા હતા. આ દરમિયાન ગર્ભ રહેતા પરણીતાએ પોતાના પતિ તેમજ તેના મિત્ર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કઠલાલ પોલીસ મથકે નોંધાવી હતી.

ADVERTISEMENT

કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ ફટકારી
આ કેસ આજે કપડવંજના સેશન્સ જજ વી.પી.અગ્રવાલની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મિનેષ આર.પટેલની દલીલો, તેમજ 8 સાહેદોના પુરાવા અને કુલ 33 થી વધુ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે ભગવાનભાઈ કલાજી પરમાર તથા રવિન્દ્રકુમાર ઉર્ફે રવિ દલપતસિંહ ઝાલાને ઇપીકો કલમ 376 (2)(F)(K)(N) ના ગુનામાં કસૂરવાર ઠેરવી દસ વર્ષની સખત કેદની સજા તથા આરોપી દીઠ ₹10,000 મળી બંને આરોપીઓને રૂપિયા 20,000 દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT