હિન્દુ રાષ્ટ્રની અવધારણા વચ્ચે અમદાવાદમાં મહાદેવનું મંદિર તોડવા પહોંચ્યું કોર્પોરેશન
અમદાવાદ : શહેરમાં દબાણની ટીમને ઘર્ષણનો સામનો કરવો પડ્યો હોવાનો વધારે એક મામલો સામે આવ્યો છે. જેમાં વટવા વિસ્તારમાં આવેલા સુર્યમ એલિગન્સની સામે અમદાવાદ મ્યુનિસિપલ…
ADVERTISEMENT
અમદાવાદ : શહેરમાં દબાણની ટીમને ઘર્ષણનો સામનો કરવો પડ્યો હોવાનો વધારે એક મામલો સામે આવ્યો છે. જેમાં વટવા વિસ્તારમાં આવેલા સુર્યમ એલિગન્સની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ આવેલો છે. જ્યાં મહાદેવનું એક મંદિર આવેલું છે. જેણે પ્લોટમાં દબાણ કર્યું હોવાનો દાવો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.
કોર્પોરેશનની ટીમે મંદિર દ્વારા દબાણ કરાયું હોવાથી દબાણ હટાવવા પહોંચ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ આ દબાણ દુર કરવા માટે પહોંચી ત્યારે કોર્પોરેશનની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્થાનિકોએ કોર્પોરેશનની ટીમનો વિરોધ કર્યો હતો. ત્યાં જ ધરણા કરવા માટે બેસી જતા મામલો બિચક્યો હતો. લોકોએ કોર્પોરેશન હાય હાયના નારા લગાવ્યા હતા.
કોર્પોરેશન દ્વારા મંદિરની આગળ પતરાના છાપરા દુર કરવામાં આવ્યા
સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલો શાંત કરવા માટે પહોંચી હતી. મધ્યસ્થી કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. કોર્પોરેશન દ્વારા મંદિરની આગળ પતરાના છાપરા દુર કરવામાં આવ્યા હતા. જો કે મંદિરમાં કોઇ તોડફોડ કરી નહોતી. હાલ તો સ્થાનિક કોર્પોરેટર સહિત ઘટના સ્થળે છે. કોઇ વચ્ચેનો રસ્તો કાઢવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT