સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ચિત્રો હટાવાશે, કોઠારી સ્વામીએ આપી બાંહેધરી
Salangpur Temple Controversy: ગુજરાતમાં હાલ સાળંગપુર મંદિર ખાતેનો વિવાદ ખુબ જ વિવાદિત બની છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં હનુમાનજીની 54 ફૂટની પ્રતિમા નીચે કંડારવામાં આવેલા…
ADVERTISEMENT
Salangpur Temple Controversy: ગુજરાતમાં હાલ સાળંગપુર મંદિર ખાતેનો વિવાદ ખુબ જ વિવાદિત બની છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં હનુમાનજીની 54 ફૂટની પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રો અંગે વિવાદ સર્જાયો છે. આ અંગે સનાતન ધર્મના સાધુ સંતોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. આ ભીંતચિત્રોને હટાવી દેવાની માંગણી કરવામાં આવી રહી છે.
કોઠારી સ્વામીએ 2 દિવસનો સમય માંગ્યો
જો કે આ અંગે હાલમાં લક્ષ્મણજી મંદિરના મહામંડલેશ્વર જગદેવ દાસજીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભીંતચિત્ર હટાવવા માટે અમે 2 દિવસનો સમય આવ્યો છે. કોઠારી સ્વામી દ્વારા અમને બાંહેધરી આપવામાં આવી છે. તેમણે બાંહેધરી આપતા જણાવ્યું કે, અમને 2 દિવસનો સમય આપો હવે આ ભીંતચિત્રો 2 દિવસમાં હટે છે કે નહી તે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સાધુઓ વચ્ચે બેઠક થઇ હતી. તેમાં દરેક સંતો હાજર હતા.
સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાયા હતા
આ અંગે આજે અમદાવાદના લંબે નારાયણ આશ્રમ ખાતે સંત સંમેલનનું આયોજન થયું હતું. આ સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો જોડાયા હતા. સંત સંમેલનમાં સાધુ સંતો દ્વારા નિર્ણય લેવાયો છે કે, સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સાધુ-સંતોએ નિર્ણય લીધો છે કે, તેઓ હવે સ્વામિનારાયણ મંદિર ખાતે જશે નહી. આ સંતો સાથે સ્ટેજ પર પણ બેસશે નહી.
ADVERTISEMENT
સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના બહિષ્કારની શપથ લીધી
લંબે નારાયણ આશ્રમમાં સાધુ-સંતોએ શપથ લીધા છે. સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે. સાધુ-સંતોએ સ્વામિનારાયણ કાર્યક્રમમાં નહી જવાના શપથ લીધા છે. સ્વામિનારાયણ ધર્મના બહિષ્કારનો વિરોધ કર્યો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયના વાણીવિલાસના કારણે સંતોમાં રોષ
સાળંગપુરના વિવાદ અંગે હાલ સનાતન ધર્મના તમામ સંતો ખુબ જ ઉશ્કેરાયેલા છે. ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરવામાં આવી રહેલા વાણીવિલાસને કારણે સંત સમુદાયમાં ખુબ જ રોષની લાગણી જોવા મળી રહી છે. આ અંગે દેગામડાના મહંતની પણ ઉગ્રપ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે, પાંચ દિવસથી અમે કરગરી રહ્યા છીએ. પરંતુ હવે અમે શસ્ત્ર ઉપાડવા માટે મજબુર છીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT