ગાંધીનગરમાં DJ બંધ કરાવવા ગયેલા કોન્સ્ટેબલોને PSI એ જ ફટકાર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: એક ખુબ જ વિચિત્ર બનાવ બન્યો હતો જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ પર પોલીસ સબ ઇન્સપેક્ટર દ્વારા જ હૂમલો કરવામાં આવ્યો હતો. ગાંધીનગરના સેક્ટર 30 માં એક લગ્ન પ્રસંગમાં ખુબ જ જોરશોરથી રાત્રીના 12 વાગી ગયા હોવા છતા ડીજે વાગી રહ્યાની ફરિયાદ કંટ્રોલરૂમને મળી હતી. જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ત્યાં ડીજે બંધ કરાવવા માટે ગયા હતા.

પોલીસે ડીજે બંધ કરાવવાનું કહ્યું અને 3 લોકો તુટી પડ્યાં
જો કે પોલીસ જવાનોએ ડીજે બંધ કરાવવાનું કહેતા નાચી રહેલા લોકો પૈકી ત્રણ લોકો આવ્યા હતા અને તેમણે પોલીસ જવાનોને પહેલા ધમકાવ્યા હતા. ત્યાર બાદ મામલો ઉગ્ર બનતા તેના પર હુમલો કરી દીધો હતો. જેમાં એક પોલીસ જવાનને ઢોર માર પણ માર્યો હતો. ઢોર માર માર્યા બાદ આ ત્રણેય અજાણ્યા શખ્સો ભાગી છુટ્યા હતા.

પીએસઆઇ માર માર્યા બાદ નાસી છુટ્યાં
જો કે ભાગવા જતા તેઓએ વેગનઆર કાર દ્વારા પોલીસની ગાડીને ટક્કર પણ મારી હતી. જેના કારણે પોલીસની ગાડીને પણ નુકસાન પહોંચ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે સેક્ટર 21 પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, મારામારી કરનાર વ્યક્તિ અમદાવાદ પોલીસમાં જ પીએસઆઇ હોવાનું સામે આવ્યું છે. તે પોતાની દિકરીના લગ્ન હોવાથી ડીજે વગાડી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પોલીસ દ્વારા આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT