વિશ્વના સૌથી મોટા ડાન્સ ફેસ્ટિવલનો પ્રારંભ, GMDC ગ્રાઉન્ડમાં સીએમ પોતે હાજર રહ્યા
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગરબાને ગ્લોબલ ઓળખ આપવા અને ગરબા સંસ્કૃતિ સાથે પ્રવાસન પ્રવૃતિને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ કરવા 2011 થી આ નવરાત્રિ મહોત્સવની…
ADVERTISEMENT
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગરબાને ગ્લોબલ ઓળખ આપવા અને ગરબા સંસ્કૃતિ સાથે પ્રવાસન પ્રવૃતિને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ કરવા 2011 થી આ નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરાવી છે. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ દ્વારા આ નવદિવસિય મહોત્સવનું આયોજન થયું છે.
અનેક નેતાઓ અને હસ્તીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા
રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો તે અવસરે અમદાવાદના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન મંત્રી મુળુ બેરા, રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાંસદ કિરીટ સોલંકી હસમુખ પટેલ અને ધારાસભ્યો તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો, આમંત્રિતો અને વિશાળ સંખ્યામાં ગરબા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્દઘાટન સમારંભમાં ‘શક્તિરૂપેણ સંસ્થિતા’ની થીમ પર મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
Live: માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે 'વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2023'નો શુભારંભ. https://t.co/tlOvZS6ePA
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 15, 2023
રાજ્યકક્ષાના ગરબા સ્પર્ધાનું આયોજન
ADVERTISEMENT
નવરાત્રી મહોત્સવના મુખ્ય આકર્ષણ અંતર્ગત એન્સિલરી સ્ટેજ પર રાજ્યકક્ષાની ગરબા સ્પર્ધા તારીખ 16 થી 23 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે 6 કલાકથી શરૂ થશે. આ ઉપરાંત તારીખ 16 થી 23 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે 9 કલાકથી રાત્રિના 12 કલાક દરમિયાન પરંપરાગત શેરી ગરબાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગરબા ગાયકોના સુમધુર આવાજ અને સંગીતના સાધનોના લયબદ્ધ તાલ પર હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમ્યા હતા. એટલું જ નહિ, 16 થી 23 ઓક્ટોબર દરરોજ રાત્રે 11:45 કલાકે મહાઆરતીનું પણ સુંદર આયોજન કરાયું છે.
ADVERTISEMENT
યુવાનોને આકર્ષે તેવા સ્ટોલનું આયોજન
તારીખ 15 થી 23 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે 5 થી 12 કલાક સુધી થીમ પેવેલિયન, ક્રાફ્ટ બઝાર, ફૂડ સ્ટોલ્સ, આનંદ નગરી, બાલ નગરી, સાબરમતી આશ્રમ જેવાં થીમ આધારિત ગેટ, અટલ બ્રિજ, દાંડિયા દ્વાર, ‘દીયા’ અને ‘કળશ’ સહિતનાં મુખ્ય આકર્ષણો રાખવામાં આવ્યા છે.
અનેક પવિત્ર ધામ અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાના ટેબ્લો
ભારતના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને ઉજાગર કરતા વિવિધ સ્થળો અને ઘટનાઓ જેવી કે, ચાર વેદ, રામ મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, ચંદ્રયાન, તેજશ (પ્લેન), રમત-ગમત ક્ષેત્રે પ્રસિધ્ધ ખેલાડીઓના જીવનની ઝલક, માઁ આધ્યશક્તિનાં નવ સ્વરૂપો, સ્ટેચ્યૂ ઑફ યૂનિટી, થિમેટીક ટનલ સહિતની થીમ આધારિત વિવિધ સ્થળોની ઝાંખીનું પણ આયોજન હાથ ધરાયું છે.
ખાસ થીમપાર્ક બનાવવામાં આવ્યો
ગુજરાતની હસ્તકળા અને તેના કારીગરોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સ્ટોલ્સ લગાવવામાં આવશે. જેના માધ્યમથી નાગરિકોને ગુજરાતની અનોખી હસ્તકળા કારીગરીથી રૂબરૂ થવાની તક સાંપડશે તેમજ કારીગરોને પણ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરવા માટે સારું પ્લેટફોર્મ મળશે.
ADVERTISEMENT