પતિએ પત્નીને ન આપ્યું લગ્ન જીવનનું સુખ અને મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને, જાણો શું થયું
જૂનાગઢ: રાજ્યમાં ઘરેલુ હિંસાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. 23…
ADVERTISEMENT
જૂનાગઢ: રાજ્યમાં ઘરેલુ હિંસાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. 23 વર્ષીય મહિલાએ તેના પતિ વિરૂદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. આ સાથે હજ તેમણે પોતાના પતિ વિરુદ્ધ આક્ષેપ કરતાં કહ્યું કે લગ્ન જીવનનું સુખ પણ પત્નીને આપ્યું નથી.
લગ્ન બાદ પતિ પોતાની પત્નીને લગ્ન જીવનનું સુખ ન આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પતિ વિરુદ્ધની ફરિયાદમાં પત્નીએ જણાવ્યું કે પતિ ક્યારેય શારિરીક સંબંધો ધરાવવામાં રસ નહોતો ધરાવતો. અંગત પળો માણવાની ઈચ્છા જ્યારે પણ થાય ત્યારે પતિ બહાના કાઢી અને ટાળતો હતો.આ ઉપરાંત પરણીતાએ સાસુ-સસરા વિરૂદ્ધ પણ દહેજ માટે ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
પરિણિતાએ કરી સાસુ સસરાને ફરિયાદ
પરિણિતાના લગ્ન પોરબંદરમાં ફેબ્રુઆરી 2022 દરમિયાન થયા હતા. આ દરમિયાન લગ્નના 2 સપ્તાહમાં જ તેને જાણ થઈ કે પતિને શારિરિક સંબંધ બાંધવામાં ઈચ્છા જ નથી. પરિણિતા જ્યારે સંબંધ બાંધવા માટે પ્રયાસો કરતી ત્યારે પતિ તેની અવગણના કરી દેતો હતો. એટલું જ નહીં આની સાથે પતિ તેને માર પણ મારતો હતો. ઘણા પ્રયાસો છતા પતિ પત્ની વચ્ચે શારિરિક સુખ ન અનુભવાતા પરિણીતાએ આ અંગે સાસુ સસરાને ફરિયાદ કરી દીધી હતી. પત્નીએ એમ પણ જણાવ્યું કે પતિ પાસેથી તેને લગ્ન જીવનનું સુખ મળી શકતું નથી. પત્ની તરીકેનો દરજ્જો પણ પતિ આપી શક્યો નથી.
ADVERTISEMENT
200 રૂપિયા ચોર્યાનો આક્ષેપ કરી માર્યો ઢોર માર
પત્નીને લગ્નજીવનનું સુખ ન આપનાર પતિ તેમની પત્નીને દહેજ અંગે ટોણા મારતો હતો. ત્યારે બીજી તરફ સાસુ અને સસરા પણ પરિણીતા સાથે દહેજની માગણી કરી ત્રાસ આપતા હતા. અને કહેતા કે લગ્ન સમયે તો તારા પિતાએ કશું જ નથી આપ્યું. એક સમયે પરિણિતાના સાસુએ તેની પર 200 રૂપિયા ચોરી કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ મુદ્દો એટલો વધુ ગરમાયો કે તેના પતિએ પરિણિતાને ઢોર માર પણ માર્યો હતો. અત્યારે પરિણિતા આ ત્રાસથી કંટાળીને પોતાના માતા-પિતાના ઘરે રહેવા લાગી છે.
ADVERTISEMENT