AAP જિલ્લા પ્રમુખે કાર્યકર્તાને સસ્પેન્ડ કર્યો, બીજા દિવસે પ્રમુખને પોતે જ સસ્પેન્ડ થઇ ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની/નવસારી : ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જઇ રહી છે તેમ તેમ રાજકીય પક્ષોની ગરમાગરમી વધતી જઇ રહી છે. તો બીજી તરફ નેતાઓ અને કાર્યકર્તાઓ માટે પણ જાણે કે સિઝન આવી હોય તે પ્રકારે પક્ષપલટાઓ કરી રહ્યા છે. ગુજરાતના અનેક જિલ્લા તાલુકાઓમાંથી કાર્યકર્તાઓ અને નેતાઓ પોતાનો પક્ષ છોડીને અન્ય પક્ષમાં જોડાયાના સમાચારો આવતા રહે છે.

નવસારીમાં જિલ્લા પ્રમુખે કાર્યવાહી કરતા કાર્યકર્તાને સસ્પેન્ડ કર્યો
જો કે નવસારીમાં એક ખુબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો હતો. જેમાં ગઇકાલે જિલ્લા પ્રમુખ ભાવિન સાવલા દ્વારા કાર્યકર્તા વસીમ પાનવાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે કાર્યકર્તાએ છેક પ્રાદેશિક સ્તર સુધી આ મુદ્દે રજુઆત કરી હતી. પોતે નિર્દોષ હોવાની તથા તેની વિરુદ્ધ દ્વેષાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.જિલ્લા પ્રમુખ દ્વારા પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો હોવાની રજુઆત પણ કરી હતી.

જો કે કાર્યકર્તાએ પ્રમુખને સસ્પેન્ડ કરાવી દીધા
જેના પગલે કાર્યકર્તાની રજુઆતને ધ્યાને રાખીને પાર્ટીએ તપાસ કરતા કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સાચા લાગ્યા હતા. જેથી જિલ્લા પ્રમુખ સામે પાર્ટીના લેટરપેડનો દુરૂપયોગ કરવાના આક્ષેપો સાચા ઠર્યા હતા. જેથી મનોજ સોરઠીયાએ જિલ્લા પ્રમુખની જવાબદારીમાંથી તેને મુક્ત કરવામાં આવ્યા હતા. ભાવિન સવલાને જિલ્લા પ્રમુખ પદ પરથી દુર કરવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, લાંબા સમયથી આંતરિક હુંસાતુંસી ચાલી રહી હોવાના કારણે કાર્યકર્તાઓ પિસાતા હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ મનોજ સોરઠીયા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT