આમ આદમી પાર્ટીની 13 મી યાદી, હર્ષ સંઘવીની સામે ભાજપનાં સૌથી વિવાદિત નેતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : આમ આદમી પાર્ટી દ્વારા પોતાની તેરમી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અનેક મહત્વના ચહેરાઓને સ્થાન આપ્યું છે. કાલે ભાજપમાંથી રાજીનામું આપનારા પીવીએસ શર્માને હર્ષ સંઘવીની સામેથી ઉતાર્યા હતા. તેઓ ભાજપના ઉપપ્રમુખ સુરત શહેર હતા. આવતી કાલે જ તેમણે આમ આદમી પાર્ટી જોઇન કરી અને આજે તેમને ફળ પણ મળી ગયું હતું. આ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કુલ 171 ઉમેદવારો થઇ ચુક્યા છે.

જાણો કઇ સીટ પરથી કોને ઉતાર્યા
આમ આદમી પાર્ટી દ્વારા અબડાસાથી વસંતભાઇ ખેતાણી, ધાનેરાથી સુરેશ દેવડા, ઉંઝાથી ઉર્વીશ પટેલ, અમરાઇવાડીથી વિનય ગુપ્તા, આણંદથી ગીરીશ શાંડીલ્ય, ગોધરાથી રાજેશ પટેલ, વાઘોડીયાથી ગૌતમ રાજપુત, વડોદરા શહેરમાંથી જીગર સોલંકી, માંજલપુરથી વિનય ચાવડા,કારંજથી મનોજ સોરઠીયા, મજુરાથી પીવીએસ શર્મા અને કતારગામથી ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપવામાં આવી હતી.

ADVERTISEMENT

જો કે આમ આદમી પાર્ટી દ્વારા અન્ય કેટલીક બેઠકો પર ઉમેદવારો બદલવા પડ્યા હતા. અમરાઇવાડી બેઠકથી ઉમેદવાર બદલ્યા, ભરત પટેલના સ્થાને વિનય ગુપ્તાને ટિકિટ આપી હતી. વડોદરા શહેરની બેઠક પર પણ ઉમેદવાર બદલ્યા હતા. ચંદ્રિકા સોલંકીના સ્થાને જીગર સોંલકીને ટિકિટ આપી હતી. માંજલપુરમાં વિરલ પંચાલના સ્થાને વિનય ચૌહાણને મોકો આપ્યો હતો. 

    follow whatsapp

    ADVERTISEMENT